________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
૧પ૧ ત્રણ કાલનાં સુખ ભેગાં કરીએ તો પણ નિર્વિકલ્પ સમાધિના એક બિંદુને પણ પહોંચી શકે નહીં, જ્યારે આવી આત્મજ્ઞાન ધ્યાનની ઉચ્ચદશાને પ્રાપ્ત કરે ત્યારે ઈન્દ્રાદિકનાં સુખ ઉપર બીલ કુલ રૂચિ રહે નહીં એમ બનવું સ્વાભાવિક છે. સવિકલ્પ સમાધિ પામીને ભવ્ય જીવો નિર્વિકલ્પ સમાધિ ગુણ સ્થાનકની ગ્યતાને પ્રાપ્ત કરે છે. જે ભવ્ય દ્રવ્યગુણ પર્યયનું વિશેષતઃ જ્ઞાન મેળવી તેમાં એકાગ્ર ચિત્તવૃત્તિથી રમણતા કરે છે. તે અનુક્રમે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ સમાધિને પામે છે, વસ્તુગત્યા વિચારતાં માલુમ પડે છે કે–પિતાના અનન્તગુણ પર્યાયસહિત ત્રણ કાલમાં “આત્મા છે. આત્મદ્રવ્ય વિના બાકીના દ્રવ્યના ગુણપર્યાય છે તે આત્માના નથી પરવસ્તુ તે આત્માની નથી. પરવસ્તુમાં પરિણમવું તે આ ત્માને ધર્મ નથી. આત્માને અનંતધર્મ સત્તામાં છે. આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર, સુખ વીર્ય આદિ અનંતગુણને ભેગ આત્માને ઘટે છે. શુદ્ધ નિશ્ચયનયથી વિચારતાં આત્મા પરદ્રવ્યને કતી ભક્તા નથી. જ્યારે વસ્તુસ્થિતિ એવી છે ત્યારે પુગલભાવનું કર્તતાપણું આત્મામાં આપવું તે યંગ્ય નથી. પરવસ્તુમાં કર્તા તાપણાની બુદ્ધિથી આત્મા પોતાનું કર્તકતાપણું મૂલ્ય અને તેથી ભવમાં દુઃખી થયે. જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારે પુગલ વસ્તુને કર્તકતાપણને ઉપચાર આત્મા પિતાનામાં માનતે નથી. ત્યારે તે સ્વરૂપમાં લીન થાય છે અને નિર્વિકલ્પ સમાધિને પામે છે. છાયાને દર્પણના અભાવે મુખ વિશ્રાત સટશ અનાલંબન સમાધિયેગ પામીને ભવ્યાત્મા અનંત કમૅરાશિને ખપાવે છે. શાસ્ત્રમાં અનેકાંતનય પ્રરૂપિત અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરી ભવ્યાત્મા શાસ્ત્ર દષ્ટિદ્વારા ધ્યાન કરીને જ પોતાનું સ્વરૂપ પતે ભગવે છે, તે સંબંધી કહે છે.
માધાપચાવિ બ્રહ્મબ્રહ્મ શાસંદશ મુનિ स्वसंवेद्यपरं ब्रह्मा, नुभवैरधिगच्छति ॥१॥
For Private And Personal Use Only