________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
શ્રી પરમાત્મ જ્યોતિઃ
વાળી સમાધિની ઉચ્ચ સ્થિતિ થતી જાય છે. તે સમયે આત્માને બાહ્ય વસ્તુમાં મારાપણાની બિલકુલ બુદ્ધિ હેતી નથી. તેમજ બાહ્ય જડ ક્રિયાઓમાં કરવા કારવવાપણાની બીલકુલ બુદ્ધિ રહેતી નથી બાહ્ય વસ્તુ દેખતાં પણ તેને આનંદ પ્રગટતું નથી. તેમજ બાહ્ય વસ્તુ ન દેખતાં પણ તેને આનંદ પ્રકટતું નથી. બાહા વસ્તુમાં ઈષ્ટપણુની વા અનીષ્ટપણાની બુદ્ધિ રહેતી નથી. બાહ્ય વસ્તુને પ્રારબ્ધયેગે સંગ છતાં પણ તે નિસંગી હોય છે. નિર્વિકલ્પદશાની સમાધિવાળા મુનિરાજની ચિત્તવૃત્તિમાં ઈનિષ્ટપણું હોતું નથી. અર્થાત્ તેમને કેઈ જડ વસ્તુ ઈષ્ટ અને અનીષ્ટ છે એમ લાગતું નથી. તેથી તે સ્વરૂપમાં રમણતા કરીને પરમ સમતારૂપ અમૃતને આસ્વાદ કરે છે. તેવી અધ્યાત્મદશાની ખુમારીમાં મુનિરાજને સંસાર સ્વમ સમાન લાગે છે. બાહ્ય જડ વસ્તુઓને જાણતાં તેઓશ્રી બાહ્ય ઈષ્ટ ના અનીષ્ટ વસ્તુઓમાં પ્રશસ્ત કષાય વા અપ્રસ્ત કષાયથી પરિણમતા નથી. શુદ્ધ પગ સમાધિવાળા મુનિરા. જને સ્વગુણ પર્યાયમાં ઉપયોગ રહેવાથી તેઓશ્રી રાગદ્વેષથી લેપાતા નથી. વળી શુદ્ધપગ સમાધિવાળા મુનિરાજ એક પર માણના વર્ણગધ રસપર્શને વિચાર કરતાં તેમાં ચિત્તવૃત્તિને લય કરે છે. શુદ્ધ પગ સમાધિવાળા મુનિરાજ સ્વવસ્તુને જાણતાં જેમ લેવાતા નથી. તેમ પરવસ્તુના ગુણપાય જાણતાં લેપાતા નથી. કારણ કે તેઓને હેય ફેય અને ઉપાદેયને સત્ય વિવેક થયે હેય છે. તેથી પરવસ્તુમાં હેયપણું ભાસતાં તેમાં રાગદ્વેષથી લેપાતા નથી. બાહ્ય સાંસારિક વસ્તુઓની પ્રવૃત્તિ જાળ એવા મુનિરાજને પારધીની જાળસમાન ભાસે છે. સ્વરૂપનું જ્ઞાન અને તેમાં રમણતા થતાં જરા માત્ર પણ બાહાદશા તેમને નડતી નથી. સર્પની દાઢાએ તેડી નાંખતાં સર્પ કરડવાથી ઝેર ચડતું નથી, પશ્ચાત્ દાઢા રહિત સર્પને ગમે તેટલું દુધપાન કરાવે તે પણ તે દુગ્ધ ઝેરરૂપ પરિ. શુમતું નથી, તેમ શુદ્ધ પગ સમાધિવાળાને રાગદ્વેષને તરતમ ગે નાશ થવાથી તે પુરવસ્તુમાં પરિણમત નથી. ચેસઠ ઈન્દ્રને
For Private And Personal Use Only