________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ: તથા શ્રી જ્ઞાનવિમલસૂરિ પણ કહે છે કે
ઈલી ભમરી ધ્યાનથી, ભમરી પદ પાવે;
જ્ઞાનવિમલ પ્રભુ આતમા, ચિદાનંદ પર આવે. વળી શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કેજિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહિ જિનવર હોવેરે; ઈલી ભૂંગીકાને ચટકાવે, તે ભૂંગી જગ વેરે. ષ.
અનેક યુક્તિ પ્રમાણથી સિદ્ધ થાય છે કે, પરમાત્માનું ધ્યાન તે પિતાને લાગેલાં કર્મને ક્ષય કરે છે માટે પરમાત્માને નમસ્કાર કરે જોઈએ, તથા ધ્યાનભક્તિ કરવી જોઈએ. આદર્શમાં જઈને પોતાનું મુખ સ્વચ્છ કરવામાં આવે છે. તેમ પરમાત્મરૂપ આદર્શમાં પિતાનું રવરૂપ જોવામાં આવે છે અને તેથી પોતાનું પરમાત્મ સ્વરૂપ પ્રગટ કરવામાં આવે છે; આમની અનંત શક્તિ છે. પણ જ્યારે કર્મને નાશ થાય છે ત્યારે તે સર્વ પ્રગટ થાય છે. અનંત આત્માઓ કર્મને ક્ષય કરીને પરમાત્મરૂપે થયા, અને થશે. પરમાત્મા એ શબ્દ મંગલ કલેકની આદ્યમાં મૂક્યું તેનું તાત્પર્ય એ છે કે, પરમ ઉપાદેય પરમાત્મા છે. અને જિન તેજ પરમાત્મા છે, અને તે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અન્ય ઠેકાણે એટલે જડ વસ્તુમાં નથી. આમમાં જ સમાયું છે. માટે તે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જેઈએ. પરમાત્મા શબ્દથી શ્રી ઉપાધ્યાયજીએ આમાની કીર્તન ભક્તિ કરી છે. નવ પ્રકારની ભક્તિ શાસ્ત્રમાં બનાવી છે, તેમાંથી બીજી કી
ન ભક્તિથી આત્મામાં રહેલું પરમાત્મ તત્વ પ્રકાશે છે. અને તેથી પિતાને અને પરને પણ ઉપકાર થાય છે. પરમાત્મ શબ્દથી યથાર્થવાચ્ય પરમાત્માનું ગ્રહણ કરવું જોઈએ. યથાર્થ પરમાત્મા કોણ છે અને તે જગમાં થયા છે કે નહિ, તે શંકાનું નિરાકરણ કરવાને ઉપાધ્યાય પિતે કહે છે કે, તે જિન છે, જે રાગ દ્વેષને જીતે છે તે “જિન” કહેવાય છે, સર્વ દર્શનવાળાએ પરમાત્માને માને છે. પણ સાત નથી પરમાત્માનું સ્વરૂપ જાણે તે તેમના હૃદયમાં યથાર્થ પ
For Private And Personal Use Only