________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
શ્રી પરમાત્મ તિ: વાત સ્વીકારશે. જે મિથ્યાદષ્ટિ અને પ્રષ્ટિરાગી હશે તે અર્થને અનર્થ કરી ઉત્સુત્ર પ્રરૂપણની જાળમાં ફસાશે.
જિનાજ્ઞાધારક શ્રાવક અન્ય જીવોને સમકિત પમાડે તો તે સમકિત દાતા સશુરૂ કહેવાય છે. પણ તેથી તે ચારિત્રની અપેક્ષાએ ગુરૂ કહેવાતું નથી. મદન રેખાના દષ્ટાંતથી સમજવાનું કે, સમકિતદાતા ગુરૂ ઉપકારી છે તેથી જેના ઉપર બોધિ બીજનો ઉપકાર કર્યો હોય તેને તે સમકિતદાતા ગુરૂ માન્ય પૂજ્ય છે પણ તેથી ચારિત્ર ધારક ગુરૂઓનું ઉત્થાપન થઈ શકતું નથી.
- સમકિતદાતાઓ અને ચારિત્ર ધારક સદગુરૂનું સદાકાળ બેહુમાન કરવું. તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી પ્રવૃત્તિ માર્ગની ઉપાધિ સ્વયમેવ છૂટે છે. અને ધાર્મિક પ્રવૃત્તિદ્વારા અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ થતાં સુશિષ્ય આત્મરમણતા રૂપ ચારિત્રને પામે છે. અધ્યાત્મજ્ઞાનદ્વારાથી વ અને પદવસ્તુને ભેદ પડે છે. હંસ જેમ દૂધ અને પાણીને પિતાની ચંચુથી ભિન્ન ભિન્ન કરે છે તે પ્રમાણે અધ્યાત્મજ્ઞાની વિવેકથી જડ અને આત્માને ધર્મને ભિન્ન ભિન્ન કરી આત્મતત્વમાં રમણતા કરે છે. રયાદ્વાદમતપ્રતિપાદક શાસ્ત્રને આગળ કરી અધ્યાત્મજ્ઞાની દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી પ્રવૃત્તિ કહે છે. કહ્યું છે કે માત્માનપદ્
વા, शास्त्रे पुरस्कृते तस्मा द्वीतरागः पुरस्कृतः पुरस्कृते पुनस्तस्मि नियमात् सर्व सिद्धयः॥
શાસ્ત્ર આગળ કરતાં વિતરાગને અગ્ર કર્યા અને વીતરાગને આગળ કરતાં સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અધ્યાત્માનથી ચિત્તવૃત્તિને લય થાય છે. બાહ્ય વિકલ્પ સંક૯૫માં મન ભટકતું અટકે છે. વળી તે જ ગ્રંથમાં કહ્યું છે કે,
શા. आत्मज्ञाने मुनिर्मग्नः सर्व पुद्गल विभ्रमम् महेन्द्र जालवद वेत्ति नैव तत्रानुरज्यते ॥ १॥
For Private And Personal Use Only