________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
શ્રી પરમાત્મ તિઃ પરમાત્મા “અજ' કહેવાય છે તેનું વર્ણન કરે છે.
પરમાત્મા મગ છે.
આત્મા કે જે શુદ્ધ પર્યાયની પ્રગટતાથી “પરમાત્મા” કહેવાય છે. તે “અજ” છે. “દ્રવ્યાર્થિક નયાપેક્ષયા ઉત્પત્તિ રહિત અજઃ છે” દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ આત્મા અનાદિકાલથી ઉત્પત્તિ રહીત છે માટે તે “અજ' કહેવાય છે. આત્માને કેઈ બનાવનાર નથી. તેમજ આત્મા અમુક કાળથી ઉત્પન્ન થયે એમ પણ નથી. અનાદિકાળથી આત્મા છે. જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તે વરતુ કાર્યરૂપ હોવાથી અનિત્ય કહેવાય છે. અને જે વસ્તુની કોઈપણ કાળે ઉત્પત્તિ થઈ નથી. તે વસ્તુ અનાદિકાળની હવાથી “અજ' સિદ્ધ થવાથી “નિત્ય” હોય છે. “આત્મા ત્રણ કાલમાં વિદ્યમાન છે. અનાદિ અનન્ત આત્મા છે માટે તે “અજ’ સિદ્ધ કરવાથી “નિત્ય સિદ્ધ” ઠરે છે. જે વસ્તુ સત્ હોય છે તે “અજ' કહેવાય છે. “આત્મા સત્” છે માટે તે અજ” છે.
* શિષ્ય પ્રશ્ન”—હે સશુરૂ મહારાજ આપે તે સત્ય છે પણ પ્રીતિ ધર્મવાળા વિગેરે કેટલાક કર્તવાદિયે એમ માને છે કે ઈશ્વરે જીને બનાવ્યા. તે શંકા ઉઠે છે કે-ઇશ્વરે જીવોને શા માટે બનાવ્યા, કયાંથી લાવીને બનાવ્યા. તે બાબતનું સમાધાન કરશે.
ગુરૂરાજ કહે છે”-હે ભવ્ય શિષ્ય શ્રવણ કર, ઈશ્વર જીને બનાવતા નથી. આ બનાવ્યા બનતા નથી. રાગદ્વેષ રહિત ઈશ્વરને કંઈપણ પ્રયજન નથી કે તે જીને બનાવે, આમપ્રકાશ ગ્રંથમાં આ સંબંધી અમાએ વિવેચન કર્યું છે તેથી અત્ર ગ્રંથ વિસ્તારના ભયથી કર્યું નથી.
नाणं च दंसणं चेव' चरित्तं च तवो तहा; वीरियं उवओगोअ' एअंजीवस्स लरकणं. ॥ જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય તથા ઉપગએ જીવનું લક્ષણ છે.
For Private And Personal Use Only