________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦.
શ્રી પરમાત્મ તિ: નાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મને ક્ષય બીજા પાયાના ધ્યાનથી થાય છે, બારમાગુણસ્થાનક સુધી શુકલધ્યાનને બીજે પાયે હોય છે. શુકલધ્યાનના પહેલા પાયામાં અને દ્વિતીય પાયામાં શુકલેશ્યા હોય છે. એકત્વવિતર્ક અવિચારધ્યાનમાં અર્થ સંકેમ, વ્યંજનસંક્રમ અને ગકમ નથી. ચતુર્દશપૂર્વી અને વીતરાગઆમાં એકવિતર્કઅવિચાર ધ્યાન કરી શકે છે, એક દ્રવ્ય. એક અણુ. એકપર્યાયનું ધ્યાન કરવામાં આવે છે. તેમાં એક
ગને આશ્રય લેઈ ધ્યાન કરવામાં આવે છે. આત્માના અનન્ય ગુણપર્યાય છે, આત્માના અસંખ્યાત પ્રદેશ છે. તેમાં એક પ્રદેશ વા એક પર્યાયનું શ્રુતજ્ઞાનના ઉપગથી એકત્વપણે ધ્યાન કરવામાં આવે છે, શ્રુતજ્ઞાનને એકત્વપણે સ્થિપગ વર્તે છે, વાયુ રહિત દીપકની સ્થિર જ્યોતિની પેઠે શ્રુતજ્ઞાનના ઉપયોગની એકત્વપણે સ્થિરતા વર્તે છે. અનત ભવનાં બાંધેલ કર્મને ક્ષય થાય છે. બારમાગુણસ્થાનકના અને જ્ઞાનાવરણીયાદિ ત્રણ ઘાતિકર્મને ક્ષય થવાથી અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, અને અનંતદાનાદિ પંચલબ્ધિ પ્રગટ થાય છે. મોહનીય કર્મને નાશ દશમા ગુણસ્થાનકના અંતે કર્યો હતે. તેથી અનંતક્ષાયિક સમ્યકત્વ અને અનંત ક્ષાયિક ચારિત્ર પણ પ્રગટ થાય છે. તેમાં ગુણસ્થાનકમાં કેવલીને ક્ષાયિક ભાવની નવલબ્ધિને ભેગ હેય છે. તેમાં ગુણસ્થાનકમાં ક્ષાવિકભાવે કેવલજ્ઞાનાદિ પ્રગટવાથી ભાવ મનને અભાવ હોય છે. તેમાં ગુણસ્થાનકમાં મવર્ગણારૂપ દ્રવ્ય મન હોય છે. તે દ્રવ્યમનને વ્યાપાર શ્રી કેવલી ભગવાન અનુત્તર દેવતાઓના પ્રશ્નના ઉત્તર આપતી વખતે કરે છે. દ્રવ્યમવર્ગણાને અક્ષરરૂપે પરિણુમાવે છે તેથી દેવતાઓ ઉત્તર સમજી શકે છે. કેવલી ભગવાનને દ્રવ્યમનની કિયા એવા પ્રકારની હોય છે. પણ સમજવાનું કે દ્રવ્યમન વર્ગણારૂપ હોય છે તેથી તેનામાં બુદ્ધિ હેતી નથી. ભાવ મન જે વિકાસંકલ્પ રૂપ હતું તેને Rશ થવાથી ભાવમનની અપેક્ષાએ શ્રી કેવલીભગવાન્ “અક્રિય”
For Private And Personal Use Only