________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
શ્રી પરમાત્મ જ્યેાતિઃ સુખશાંતિ રહેતી નથી. બાહ્યરૂદ્ધિ નાશ પામે છે એવી રૂઢિથી સદાકાળ સુખ થતું નથી. માટે જ્ઞાની પુરૂષ આત્માની પચપરમેષ્ઠિની રૂદ્ધિ પ્રાપ્ત કરવા સદાકાળ પ્રયત્ન કરે છે. પ‘ચપરમેષ્ઠિની વૃદ્ધિના અનુભવ પ્રથમ કરવા જોઇએ, પચપરમેષ્ઠિની રૂદ્ધિના અનુભવ થયા ખાદ પચપરમેષ્ઠિની રૂદ્ધિ પ્રાપ્ત કરવા લય લાગે છે, ચદપૂર્વના સાર પંચપરમેષ્ટિમાં છે. જેણે પાંચપરમેષ્ઠિનુ આરાધન કર્યું તેણે સર્વ સિદ્ધાંતનું આરાધન કર્યું, સર્વ કર્મ રહિત સિદ્ધ પરમેષ્ઠી છે. આત્માના શુદ્ધપાય પરિપૂર્ણ તે છે. આત્મા સિદ્ધ સમાન જાણી તેનુ સદાકાળ ધ્યાન કરવું. સિદ્ધ પરમેષ્ટિપણું આત્મામાં છે. અનંત જીવાએ સકલ કર્મનો ક્ષય કરી પરમેષ્ઠિણું પ્રાપ્ત કર્યું. પ્રાપ્ત કરે છે. અને કરશે.
>
શ્રીજિનેશ્વર ભગવાને · નિરંજન ' કહે છે, જેને કર્મરૂપ અજન નથી તેને નિરજન કહે છે, કર્મ આઠ પ્રકારનાં છે. ‘નાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ, ગાત્ર, અન્તરાય એ આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ એકશે અઠ્ઠાવન છે, જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિ છે. દર્શનાવરણીયની નવ પ્રકૃતિ છે. વેદનીય કર્મની બે પ્રકૃતિ છે. માહનીય કર્મની અઠ્ઠાવીશ પ્રકૃતિ છે. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ છે. નામ કર્મની એકશેત્રણ પ્રકૃતિ છે. ગોત્ર કર્મની એ પ્રકૃતિ છે. અન્તરાય કર્મની પાંચ પ્રકૃતિ છે. અનાદિકાળથી જીવને કર્મ લાગ્યાં છે તેથી ચારાશી લાખ જીવÀાનિમાં અનંતવાર પરિભ્રમણ થાય છે. જ્યારે કર્મથી રહિત આત્મા થાય છે ત્યારે તે ‘પરમાત્મા’ કહેવાય છે.
शिष्य प्रश्न - जीवानाम रूपित्वात् कर्मणां रूपित्वात् भिन्नाजातिः स्वभावः सत्ता वा ययोस्तौ भिन्न जातीययोः संयोगों 5नादि संसिद्धः कथमजनि.
હે ભગવન્ જીવાનુ અરૂપિણું છે કર્માનુ રૂપિપણું છે. તે એના ભિન્ન જાતિસ્વભાવ છે. ત્યારે તે બેનેા અનાદિકાળથી શી રીતે થયા. અને શી રીતે એ દ્રવ્ય ભિન્ન થાય.
For Private And Personal Use Only