________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ
૧૧૧
પણ શ્રાવકવર્ગ પરમેષ્ઠિમાં નથી. શ્રાવક કંઈ મુનિનાં વ્રત આચાર પાળતા નથી તેથી તે પરમેષ્ઠિમાં ગણાતું નથી.
પ્રશ્ન–શ્રાવકનામાં સારા ગુણ હોય તો તે પરમેષ્ઠિમાં ગણાય કે નહીં.
ઉત્તર–શ્રાવકનામાં ગમે તેટલા સારા ગુણ હોય તે પણ તે અણુવ્રતને અધિકારી છે. તેથી તે પરેમષ્ઠિમાં ગણાતું નથી. અણુવ્રતને ધારણ કરનાર શ્રાવકમાં ગમે તેટલા સારા ગુણ હોય તે પણ તે પંચ મહાવ્રતધારક મુનિને પહોંચી શકતો નથી. ગૃહાવાસની મમતા ત્યાગ કરીને સાધુપણું વ્યવહારથી અંગીકાર કરવું મહા દુર્લભ છે. સ્ત્રી, પુત્ર, ધન, ઘરને ત્યાગ કરે તે કઈસામાન્ય કૃત્ય નથી. શ્રાવક વર્ગ સ્ત્રી, પુત્ર ધન, ઘર વિગેરે પાપાશ્ર વને ત્યાગ કરી શકતો નથી. તેથી શ્રાવક વર્ગ અણુવ્રત પાળનારા હોવાથી પંચમ પરમેષ્ઠિમાં ગણાતું નથી. મુનિરાજના શ્રાવકે તો સેવા ચાકરી કરનારા છે. મુનિરાજના શ્રાવકે તો સેવકો છે. તેથી સૂ2માં શ્રાવકને “શ્રમણોપાસક” કહ્યા છે, શ્રાવક તપાવેલા લેહના ગળાની પેઠે જ્યાં જાય ત્યાં હિંસારાદિ કર્યા કરે છે, તેથી તે પંચમ પરમેષ્ઠિમાં ગણતો નથી, પણ શ્રાવક વર્ગ પંચમ પરમેષ્ઠિની આરાધના સેવના કરીને અંતે સાધુ વિગેરે પરમેષ્ઠીપદને ધારણ કરી મુક્તિપદને પામે છે, શ્રાવક અને શ્રાવકારૂપ ચતુર્વિધ સંઘ આત્માની ગુણસ્થાનકની રિથતિ પ્રમાણે આરાધના કરે છે; આત્માના સણોને ખીલવી મુક્તિપદ પામે છે. સર્વમાં પરમેષ્ઠિપણું રહ્યું છે. ભવ્ય પરમેષ્ઠિના ગુણેને ખીલવે, પંચપરમેષ્ઠિના અનંત ગુણ છે. પરમેષ્ઠિના ગુણોનું વર્ણન કરતાં કદી પાર આવતે નથી, શ્રી કેવલી ભગવાનથી પણ પરમેષ્ઠિના ગુણોનું પૂર્ણ વર્ણન કરી શકાતું નથી. પંચપરમેષ્ઠિ પદ સદાકાળ શાશ્વત વર્તે છે, બાહ્યની રૂદ્ધિને માટે મનુષ્ય અસહ્ય પ્રયત્ન કરે છે. અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે તે પણ બાહ્યરૂદ્ધિ મળે અગર ન મળે તેને નિશ્ચય રહેતો નથી. અને તે બાહ્યરૂદ્ધિથી સદાકાળ
For Private And Personal Use Only