________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જાતિ:
૧૦૯ વળી જેઓએ સર્વ જી ઉપર સમભાવ ધારણ કર્યો છે તે સાધુઓ કહેવાય છે, “અઠ્ઠાઈજે સુ” ના પાઠમાં આ પ્રમાણે સાધુનું સ્વરૂપ બતાવ્યું છે.
अट्ठाइज्जेसु दीवसमुद्देसु. पनरससु कम्मभूमीसु जावंत केवि साहू, रयहरण गुछछ पंडिग्गहधारा पंचमहन्वयधारा अख्खुयायारचरित्ता ते सव्वे सिरसा मणसा मथ्थएण वंदामि ॥
અઢીદ્વીપમાં પંચદશ કર્મભૂમીમાં જે કઈ સાધુ હોય, મેક્ષ માર્ગ જે કઈ સાધે તે સર્વ સાધુ કહેવાય તેને પરિહાર કરવાને કહે છે કે, રજોહરણ, ગુચ્છક, પાત્રને ધારણ કરનારા હોય, જેહરણ આદિ સાધુને વેષ ધારણ કર્યા વિના સાધુ કહેવાતું નથી. તે આ ઉપરથી સિદ્ધ થાય છે; રજોહરણ, પાત્ર વિગેરે સાધુને ફક્ત વેષ ધારણ કરવા માત્રથી સાધુપણું નથી માટે આગળ જ ણાવે છે કે, “પંચમહેશ્વયધારા” પંચમહાવ્રતને ગુરૂની પાસે ધારણ કરનારા હેય તે, પંચ મહાવ્રત અને સાધુને વેષ બને હોય પણ શુદ્ર એટલે પાપાચાર ન હોવું જોઈએ. તે માટે કહે છે કે, “અખુયાયારચરિત્તા” અક્ષુદ્રાચાર વર્તન હોય તેવા સર્વ સાધુઓને મસ્તકવડે વાંદુ છું, અને મનથી વાંદુ છું, કઈ મસ્તકથી નમસ્કાર કરે છે પણ ભાવ ન હોવાથી મનથી નમસ્કાર કરી શકતા નથી. કેઈ મનથી નમસ્કાર કરે છે પણ મસ્તકથી નમસ્કાર કરતા નથી. જનધર્મમાં વ્યવહાર અને નિશ્ચયનય બેની પ્રધાનતા કહી છે માટે દ્રવ્ય અને ભાવ તેમજ વ્યવહાર અને નિશ્ચયનયની આરાધનાની સફળતા માટે “સિરસા મણસા” પાઠ ગ્રહણ કર્યો છે. સાધુરૂપ પરમેષ્ઠિનું ગ્રહણ કર્યાથી સાવીને પણ “સાધુપદમાં અન્તર્ભાવ ” સમજ. હાલના સમયમાં આ ભારતમાં બકુશ અને કુશીલ નિગ્રંથ એમ બે નિગ્રંથ વર્તે છે. પાંચમા આરાના છેડે શ્રી દુપતસૂરિ થવાના ત્યાં સુધી પણ બકુશ અને કુશીલ સાધુઓથી ધર્મ માર્ગ પ્રવર્તશે. આચાર્ય અને ઉપાધ્યાય પણ બકુશ અને કુશીલ ચારિત્રને આ ક્ષેત્રમાં આ કાળમાં
For Private And Personal Use Only