________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૧૦૩
સિદ્ધ પરમાત્માના ગુણા પ્રથમ નહાતા એમ નહિ. અર્થાત્ પહેલાં પણ સત્તાથી વિદ્યમાન હતા. કારણકે ‘ અસસ્તુ ’ ને પ્રાદુભાવ થતો નથી એવા નિયમ છે. જો અસત્ વસ્તુને પણ પ્રાદુભાવ થાય તેા સસલાને શીંગડુ ઉત્પન્ન થવું જોઈએ, તેમ આકાશને પણ પુષ્પ ઉત્પન્ન થવું જોઇએ, પણ એમ થતું નથી. સિદ્ધ પરમાત્માના ગુણ પ્રથમ સત્તાની અપેક્ષાએ સ્વભાવથી વિદ્ય માન હતા. પ્રથમ વ્યક્ત નહાતા, હવે વ્યક્ત થયા એટલે વિ. શેષ છે, વ્યક્તપણાની અપેક્ષાએ પૂર્વમાં સિદ્ધમાં ગુણ નહોતા, અને સત્તાથી અપેક્ષાએ હતા, સિદ્ધના ગુણ વિકારથી રહીત છે, વસ્તુના મૂળ ધર્મ વિકાર રહીત હોય છે. શક્તિની અપેક્ષાએ સ્વાભાવિક અને વ્યક્તિની અપેક્ષાએ અદ્ભૂત પૂર્વ ગુણેઃ સિદ્ધ પરમાત્માના જાણુવા, સિદ્ધ પરમાત્મામાં જેવા અનંત વ્યક્ત ગુણા છે. અને તે સમયે સમયે અનંત સુખ ભાગવે છે તેવી આપણા આત્મામાં પણ સત્તા રહેલી છે. સિદ્ધપણું તે આત્માને પૂર્ણ શુદ્ધ પચાય છે. આત્માની શક્તિઓ ખીલવવામાં આવે તો આત્મા પરમાત્મારૂપ છે. એક વડના બીજને માટીમાં વાવવામાં આવે અને જલનું સિચન કરવામાં આવે તે વડના બીજને અંકુરા પ્રગટે છે. પછી તે વૃદ્ધિ પામતાં પામતાં અનુક્રમે મહાન્ વૃક્ષ અને છે. તેમ આત્મા પણ સામગ્રીયેાગે વૃદ્ધિ પામતા પામત તે પરમાત્મા અને છે. વડના બીજની અંદર માટુ' ઝાડ રહ્યું છે તેમ આપણા આત્મામાં પરમાત્મત્વ રહ્યું છે, આત્મામાં પરમાત્મપણું આકાશ કે પાતાલમાંથી ખેચી લાવવું પડે તેમ નથી. વા આત્મામાંથી પરમાત્મપણું આકાશ કે પાતાળમાં ચાલ્યું ગયુ નથી, આત્મામાં પરમાત્મપણું સત્તાપણું સદાકાળ રહ્યું છે; જેમ સિહુમાં સિંહત્વ રહ્યું છે પણ તે પોતાને શીયાળના સ‘ગથી અ જ્ઞાનપણે શીયાળ માને તેમાં સિંહની ભૂલ છે. તેમ આત્મા પોતે પરમાત્મા છે પણ અજ્ઞાનથી પેાતાનામાં રહેલુ પરમાત્મત્વ ’ ભૂલી જાય તેમાં આત્માનેજ દોષ છે; જેમ કાઇ નદીની મધ્યમાં
<
For Private And Personal Use Only