________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિઃ છે. તેથી યથાર્થ સમજાય છે કે જે પદાર્થ જે રૂપમાં હોય છે તેવો કેવલજ્ઞાનમાં ભાસે છે. સર્વ પદાર્થ, દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવથી અનાદિપણે કેવલજ્ઞાનરૂપ આદર્શમાં ભાસે છે તેથી કેવલજ્ઞાન અને અનાદિ પદાર્થના ભાસનમાં પરસ્પર વિરોધ આવતું નથી સર્વ પદાથી કેવલજ્ઞાનમાં ભાસે છે. માટે કેવલજ્ઞાનથી કે પદાર્થ છાને રહેતું નથી. એમ જિનાગમમાં પ્રરૂપ્યું છે. કેવલજ્ઞાનથી કંઈ છાનું રહેતું નથી, જે કેવલજ્ઞાનથી કંઈ જાણવાનું બાકી રહેતું હોત તો કેવલજ્ઞાન કહેવાય નહીં. પણ સર્વ પદાર્થો અનાદિત્ય અને કેવલજ્ઞાન એ બેમાં જરા માત્ર પણ વિરોધ આવતે નથી. કેવલજ્ઞાનનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે તેથી ભવ્ય જીને સમજાવવા માટે શંકાઓનું સમાધાન કર્યું છે. જે જીને મતિજ્ઞાન સ્વરૂપ અને તેના ભેદ સમજવાની બુદ્ધિ ન હોય તેવા જીવે કેવલજ્ઞાનની ચર્ચામાં ઉતરે તો તેઓને લાભ મળે નહીં. માટે તેવા એ જ્ઞાની મુનિરાજને સમાગમ કર. કેવલજ્ઞાન થયા બાદ કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી. કેવલજ્ઞાનને “
પ તિ કહેવામાં આવે છે. જગતમાં જેમ સૂર્યના પ્રકાશ જે અન્ય પ્રકાશ નથી તેમ પંચજ્ઞાનમાં પણ કેવલજ્ઞાનને પ્રકાશ અનંતઘણું મટે છે. પરંતિ ” તે કેવલજ્ઞાન છે. બ્રહ્મ અને જ્ઞાન પણ એક કહેવાય છે. પરંતિને પરમબ્રહ્મ પણ કહે છે. કેવલજ્ઞાન થયા બાદ જીવ પરમાત્મા કહેવાય છે.
I વા तदा स भगवान् देवः सर्वज्ञः सर्वदोदितः। अनन्त सुख वीर्यादि, भूते स्यादग्रिमं पदं ॥ १ ॥
કેવલજ્ઞાન થાય છે ત્યારે આત્મા ભગવાન કહેવાય છે. દેવ કહેવાય છે. સર્વદા ઉદયવાળા સર્વજ્ઞ કહેવાય છે. અનંતસુખ, અનંતવીર્ય આદિ લક્ષ્મીનું સ્થાન બને છે.
૧૩
For Private And Personal Use Only