________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ તિ:
ગુણની સ્થિરતા થવાથી સર્વ પદાર્થોને જાણતાં છતાં અને દેખતાં છતાં કેવલજ્ઞાની જરા માત્ર પરવસ્તુથી લેવાતા નથી. તેથી સવજ્ઞ મહારાજાઓ અનંત પદાર્થ જ્ઞાતા કહેવાય છે. શ્રુતજ્ઞાની પણ અનુભવ જ્ઞાનેગે નિજ આત્માને જાણી શકે છે. સર્વ ઈદ્રિના વિષયમાંથી ઉપગ ખેંચીને પિતાના આત્માના સ્વરૂપને ઉપ
ગ રાખે છે પણ તેથી તે ક્ષાયિકભાવના કેવલી સર્વજ્ઞ કહેવાતા નથી. જ્યારે અનુભવ જ્ઞાનને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવથી શુકલ ધ્યાનને ધ્યાવે છે ત્યારે તેરમા ગુણસ્થાનકમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે કેવલજ્ઞાન સર્વ દ્રવ્યના ક્ષેત્રાદિકનો પ્રકાશ કરે છે. તે કેવલજ્ઞાન સત્ય જાણવું. પોતાના આત્માના ઉપગ માત્રનેજ કેવલજ્ઞાન કહી શકાતું નથી. કારણ કે ફક્ત પિતાના આત્માને ઉપયોગ તે અનુભવદશામાં ક્ષયપશમ ભાવથી હોય છે. ક્ષપશમ ભાવમાં પિતાના આત્માને સમ્યગૂ ઉપગ રહેતું નથી તેથી અંતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
શિષ્ય પ્રશ્ન-કેવલજ્ઞાનની બીજી કંઈ વ્યાખ્યા?
ઉત્તર--કેવલજ્ઞાનની બીજી વ્યાખ્યા નથી, સર્વ પદાર્થોને સાક્ષાત્ જાણે તે કેવલજ્ઞાન, આવી વ્યાખ્યા છે તે સત્ય સમજવી. ગમે તેટલી કુયુક્તિ કરવામાં તે પણ મતિ, ચુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાન તે કેવલજ્ઞાન ઠરવાનાં નથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે કેવલજ્ઞાન ક્ષાયિકભાવે ઠરવાનું નથી. અલ૫બુદ્ધિથી અલ્પજ્ઞ જીવોની આગળ વિરોધ દર્શાવી છે કે મનમાનતે અર્થ કરી સૂત્રોના અર્થને લેપે તે તેથી ઉસૂત્ર ભાષણનું મહા પાપ તેને થશે. વેદાંત, સાંખ્ય, નૈયાયિક, મીમાંસક વિગેરેના દર્શન કરતાં જૈનદર્શનમાં તીર્થકરોએ કહેલું કેવલજ્ઞાન જુદા પ્રકારનું છે. “અનુમાન” અને “આગમ પ્રમાણ” થી કેવલજ્ઞાનની યથાર્થ સિદ્ધિ થાય છે.
શિષ્ય પ્રશ્ન–હે ગુરૂરાજ શ્રુતજ્ઞાનીને પણ કેવલી કહ્યા છે. એવું અમે સાંભળ્યું છે તેથી શ્રુતજ્ઞાન તે કેવલજ્ઞાન કેમ ન કહેવાય ?
For Private And Personal Use Only