________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
કેવલજ્ઞાનથી અન્ય કોઈ મોટું જ્ઞાન નથી. કેવલજ્ઞાનથી સર્વ જણાય છે તેથી કે પદાર્થ જાણવાનું બાકી રહેતું નથી. કેવલ એટલે પરિપૂર્ણ સમગ્ર અસાધારણ મન વિગેરેની અપેક્ષા વિનાનું વિશેષતઃ શુદ્ધ સર્વ ભાવને સમયે સમયે જાણનાર, કાલકને સાક્ષાત્ પ્રકાશ કરનાર, અનન્ત પર્યાયને જાણનાર એવું કેવલજ્ઞાન જિનાગમમાં પ્રરૂગ્યું છે તે સત્ય છે. અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન દેશ પ્રત્યક્ષ છે, અને કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે.
शिष्य प्रश्न-सर्व द्रव्य क्षेत्रादिनी प्रकाशता ते रूप केवलज्ञान स्वभावी आत्मा छे के स्वस्वरूपावसान निजज्ञानमय केवलज्ञानछे.
સમાધાન–“સ્વપર વ્યવસાયિ જ્ઞાન પ્રમાણે” પિતાને અને પરને વ્યવસાય કરનાર જ્ઞાન પ્રમાણ છે–મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે ક્ષપશમ ભાવનાં છે તે પણ પરોક્ષપણે પોતાને અને પરને વ્યવસાય કરે છે. ત્યારે ક્ષાયિક ભાવનું કેવલજ્ઞાન પિતાને અને પરને સાક્ષાત્ પ્રકાશ કરે એમાં કંઈ પણ શંકા સંભવતી નથી. ચેતન દ્રવ્યને પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી જાણે છે. તેમ જ ધર્માસ્તિ કાયાદિક અચેતન દ્રવ્યને પણ દ્રવ્ય, ક્ષેત્રકાલ ભાવથી જાણે છે. સર્વ દ્રષ્ય ક્ષેત્રાદિને પ્રકાશ કરવાને કેવલજ્ઞાનને સ્વભાવ છે. જેમ આરીસામાં રૂપી પદાર્થને ભાસ થાય છે તેમ કેવલજ્ઞાનમાં રૂપી અને અરૂપી દ્રવ્યને ભાસ થાય છે. પિતાના આ માને કેવલજ્ઞાન જાણે અને બીજા પદાર્થોને ન જાણે એમ બનતું જ નથી. પિતાના આત્માને જાણે તેજ કેવલજ્ઞાન એમ માનવામાં આવે તો કેઈ સર્વજ્ઞ કરી શકે નહીં. મતિજ્ઞાનથી પણ પક્ષપણે સ્વ અને પારને ભાસ થાય છે તે કેવલજ્ઞાનથી સ્વપરને ભાસ થાય તેમાં કોઈ બાધ કરનાર નથી. જ્ઞાનાવરણીય કર્મને સર્વથા પ્રકારે નાશ થાય છે ત્યારે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે એવા કેવલજ્ઞાનમાં સર્વ પદાર્થને ભાસ થાય છે, તેથી કેવલી ભગવાન સર્વ પદાર્થોનું સ્વરૂપ વચન વર્ગણાથી પ્રરૂપે છે. રાગદ્વેષને સર્વથા પ્રકારે નાશ થવાથી અનંત ચારિત્ર ઉત્પન્ન થાય છે. તેથી અનંત
For Private And Personal Use Only