________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિ
કરે છે. અનાદિ અને અનંત વસ્તુને કેવલજ્ઞાનમાં “અનાદિ અનંત” પણે પ્રતિભાસ થવાથી સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જતી નથી અને તેથી યનું “અનાદિ પણું જ્ઞાનમાં “અનાદિ અનંત” પણે સદાકાળ પ્રતિભાસવાથી કેવલજ્ઞાની અનંતજ્ઞાની કહેવાય છે. “અનંતયને” જ્ઞાનમાં “અનંત” પણે ભાસ થવાથી જ્ઞાન પણ અનંત” કહેવાય છે. આવી અપેક્ષાએ પદાર્થોનું અનાદિ અનંત” પણું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવથી પ્રતિભાસવાથી કેવલજ્ઞાનમાં કઈ જાતને વિરોધ આવતું નથી. જે ય પદાર્થ હોય તેને કેવલજ્ઞાન તેવા પ્રકારે જાણે છે તેથી પ્રથમ જીવ પર્યાય કયો તે શંકાનું સમાધાન સહેજે થઈ જાય છે. સિદ્ધ અનાદિકાળના છે તેને “અનાદિ' પણેજ પ્રતિભાસ થાય છે. આદિ” પણે ભાસે તે પદાર્થ અનાદિ ઠરે નહીં. અને વળી અનાદિ વસ્તુ અનાદિ” પણે કેવલજ્ઞાનમાં ન પ્રતિભાસવાથી કેવલજ્ઞાન યથાર્થ ઠરે નહીં “અનાદિ વસ્તુ” કેવલજ્ઞાનમાં જો
સાદિ પણે પ્રતિભાસે તે વસ્તુનું અનાદિપણું ન પ્રદ્યાથી અને તેથી ઉલટું સાદિપણું ગ્રહ્યાથી કેવલજ્ઞાન યથાર્થ ઠરે નહીં માટે “ અનાદિ’ એવા સિદ્ધ જીવ તથા પરમાણ અનાદિ પર્યાય છે તે કેવલજ્ઞાનમાં “અનાદિપણે પ્રતિભાસવાથી કહેવાતા કેવલજ્ઞાનમાં કઈ જાતને વિરોધ આવતો નથી. કેવલજ્ઞાનથી કંઈ છાનું નથી. જે જે વસ્તુઓ જેવા રૂપે હોય તેવા રૂપે કેવલજ્ઞાનમાં પ્રતિભાસવાથી કેવલજ્ઞાનથી કંઈ છાનું નથી એમ કહેવામાં કોઈ જાતને વિરોધ આવતો નથી. “કેવલજ્ઞાનની બીજી કઈ વ્યાખ્યા આના ઉત્તરમાં સમજવાનું કે-કેવલજ્ઞાનની કલપસૂત્ર, નંદીસૂત્ર, તત્વાર્થસૂત્ર વિગેરેમાં જે પ્રમાણે વ્યાખ્યા કરી છે તે પ્રમાણેજ વ્યાખ્યા છે. અન્ય વ્યાખ્યા નથી. शिष्य प्रश्न-जो जिनसम्मत केवलज्ञान लोकालोकज्ञायकमानीए तो केवलज्ञानमा आहार, निहार, विहारादि क्रिया शीरीते संभवे.
આ શંકાના સમાધાનમાં સમજવાનું કેન્દ્રને પ્રત્યુત્તર
૧૨
For Private And Personal Use Only