________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ,
૧૦૯ ભજન કર ભજન કરેલે, ભજન કરલે ભાઈ દુનીયાદારી દુઃખની કયારી, જુઠી જગની સગાઈરે. ભજ- ૧ કાયા સુકમળ કેળ જેવી, બીગડતાં નહિ વારે; ભલભલા પણ ચાલીયા તે, પામરને શે ભારરે. ભજન. ૨ કાદવ કેરા કીર્થ માંહિ, કીડા લાખ કરોડ, કીટક તે માનવી તું–જાણી પ્રભુ મન રે. ભજન. ૩ વાડી ગાડી લાડીમાંહિ, ખરચે પૈસા લાખરે એવા મરી મસાણે ચાલીયાને, શરીર થઈ ગયાં રાખરેભજ ૦૪ બાજીગરની બાજી જેવી, જુઠી જગત જંઝાળ; ઝાંઝવાના નીર જેવું, જુઠું જગતનું હાલરે. ભજન. પ કાળ પાછળ લાગી જેમ, તેતર ઉપર બાજ રે; ઝડપી લેશે જીવડાને, કયું કરી રહેશે લાજેરે. ભજન. ૬ જરૂર જાવું એકલું ભાઈ, કઈ ન આવે સાથરે; બુદ્ધિસાગર કરૂણ નાગર, ગુરૂને જાલે હાથરે. ભજન. ૭
માણસા.
પદ
૧૧૦ જુઓ ઝપાટો જુઓ ઝપા, કાળને વિકાળ; જગત જીવને પાશ પકડી, કરતે નિત્ય ફરાળ જુએ ? રાજા રંક રૂ બાદશાહને, માલીકને મહિરાણરે; ગોદી ઘાલ્યા ઘરમાંહિ, ચાલ્યા કેઈ મશાણરે. જુએ
For Private And Personal Use Only