________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
ભેદજ્ઞાન દૃષ્ટિ જગેરે, જાણે આતમ રૂ૫; આતમમાં આનંદ છેરે, ટાળે ભવભય ધૂપ. ચતુર. ૫ જ્ઞાની જ્ઞાન થકી લહેરે, શાશ્વત સત્યાનંદ; ચગી આત્મ સમાધિમાંરે, પાવે આનંદકંદ, ચતુર. ૬ આનંદ અનુભવ વેગથીરે, પ્રગટે ઘટમાં ભાઈ; સદગુરૂ સંગત આપશેરે, જ્ઞાનાનંદ વધાઈ. ચતુર. . સદગુરૂ હાટે પામશેરે, આનંદ અમૃત મેવ; બુદ્ધિસાગર ક્રીજીએ રે, પ્રેમે સાચી સેવ. ચતુર. ૮
અમદાવાદ , ભ, વ,
પદ.
અમરપદ પરખી લેજે, પરખ્યાથી સુખ થાય. અમર કોઇક રાખ્યા માનમાંરે, કોઇક રામ્યા દામ; પરભવ જાતાં પ્રાણુનેરે, કોઈ ન આવે કામ. અમર ૧ ગાડી વાડી લાડીમરે, છ ભૂલ્યા ભાન; વિષ્કાના કીડા પરેરે, પરવસ્તુ ગુલતાન. . અમર ૨ દુઃખ સત્તતિ દાવાનલેરે, કદી ન શાન્તિ થાય ? નિજપદ જાણે જે નરારે, સાચી શાન્તિ તે પાય. અમર૦ ૩ મન વચ કાયા યોગનીરે, નિવૃત્તિ જબ થાય; અધ્યાતમ સુખ સંપજે, જન્મ મરણ દુઃખ જાય. અમર સમતા સ્થિરતા સંપજેરે, એનુભવ જાગે ચેત; વર્તે નિજપર ભિન્નતારે, થાય ભુવન ઉધોત. , એમર ૫ વિષય વાસના પરિહરીરે, કરતાં આતમ ધ્યાન અજર અમર પદ ભેગરે, ચેતન ગુણની ખાણ અમર ૬
For Private And Personal Use Only