________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४४
ઓધવજી સંદેશે કહેજે સ્યામને-એ રાગ.
છે સમાવિપદ છે
૧૯૦ અન્તરના અલબેલા સાહિબરી જશે, ત્યારે મારાં સઘળાં કારજ સિદ્ધજે; અષ્ટ સિદ્ધિ ઘટમાં પ્રગટે છેધ્યાનથી, દાન ગુણનું પિતાને પરસિદ્ધજે. અતર૦ ૧ ચમ નિયમ આસનને પ્રાણાયામથી, શરીર શુદ્ધિ થાશે ચિત્ત પવિત્ર જે; પદ્માસન સિદ્ધાસન વાળી બેસજે, સુષુણ્ણ ભેદક આસનની રીત જે. અતર૦ ૨ પ્રત્યાહારે ચિત્તની સ્થિરતા સંપજે, ધારણાથી ધારો અન્તર દેવજે; ધ્યાનભેદ સમજીને ધ્યાને થાઇએ, અન્તર આતમ પરમાતમની સેવજે. અન્તર૩ નિર્વિકપ સમાવિ રૂપે સંપજે, સુખને દરિયે ગુણથી ભરી પૂરજે; એલેખ દશાની અવિચલ રટના લાગતાં, નિર્મલ નિરખે નયણે આતમ નૂરજે. અન્તર ૪ સહજ સમાધિ મેટી મનમાં માનીએ, વળજે એની વાટે વહેલા વીરજે; ડગે મેરૂપણ ચિત્ત ચંચલતા નવી હવે, ધ્યાન દશ એવી વર્તિતે ધીરજે. અન્તર છે અનેકાત દષ્ટિથી આતમ ઓળખી,
For Private And Personal Use Only