________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩ ) લવલેશ પડે ના ચેન જરી,
તુજમાં બનું તન્મય સહુ વિસરી, તુજ વિણ બીજે નવ આંખ ઠરી,
પ્રભુ પાર્શ્વ જિનેશ્વર સુખકારી. ૧ તવ દર્શનમાં ઉર આ હસતું,
ચિતડું નિશદિન તુજમાં વસતું; ના અન્ય સ્થળે મનડું ખસતું- પ્રભુ પાર્વે ૨ ગુણ ગીત ગાઉં તે તુજ ગાઉ,
કરી ધ્યાન અતિશય હરખાઉં; મૂતિ મનહર હદયે લાવું-પ્રભુ પાર્શ્વ ૩ અમૃત વરસે તુજ નયન વિષે,
શિવસુખ સુખકર ચરણે જ દીસે; તુજ નામ વિષે અતિ હર્ષ વસે-પ્રભુ પાર્શ્વ૪ મદ મોહ મદિરાપાન કરી,
નિજ ધર્મ ભૂલે મસ્તાન બની; કિંમત સમયે ના શુભ પળની–પ્રભુ પાક ૫
www.kobatirth.org
For Private And Personal Use Only