________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૨) દુઃખમાં ડૂબતા ભક્તો દ્વારા,
આપને શુભ હાથ; જ્ઞાનતણે શુભ માર્ગ બતાવે,
શ્રેય કરે સહુ સાથ. શ્રેયાંસ-૧ પાપત ગર્તામાં પડતાં,
શિવપંથ કયાંથી પમાય ? શુભ ગતિ આપ પુણ્ય આચરવા,
શ્રેયસ જન્મનું થાય. શ્રેયાંસ-૨ માંહમાંહે ઈર્ષા ધારે,
મમતામાંહી ફસાય; વિશ્વપ્રેમને મંત્ર ભૂલ્યા સૌ,
શ્રેયસ કયાંથી થાય? શ્રેયાંસ-૩ સુમિત્ર કિરણે કમલ ખુલે જ્યમ,
ત્યમ ખુલે ઉર દ્વાર; જ્ઞાન-રવિના કિરણથકી સૌ,
હૃદય વિકસિત થાય. શ્રેયાંસ-૪
www.kobatirth.org
For Private And Personal Use Only