________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મિત્રમૈત્રી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
198
નથી. અન્ય મિત્રા મારી સકામનાઓને-ઇચ્છાઓને પૂર્ણ કરશે એવી ઇચ્છાથી મિત્રા કરવામાં સ્વાશ્રયશક્તિના નાશ થાય છે અને મિત્રાપર શુદ્ધપ્રેમ પણ થતા નથી. મિત્રાની પાસેથી વસ્તુઓની માગણી કરવાની વૃત્તિથી યાચકતા પ્રાપ્ત થાય છે. અતએવ અવઆધવું કે ઉપર્યુક્ત દોષોથી કરેલી મિત્રતા પૂર્ણિમા ચંદ્રસમાન ક્ષય સ્વભાવવાળી છે. મેટા એવા પૂર્ણિમાના ચંદ્રને ક્ષયશીલ જાણી કેઈ તેને નમતું નથી, તેમજ પૂર્ણિમા ચંદ્રસમાન ક્ષયશીલ પ્રેમવાળી મિત્રતાને સજ્જને પસંદ કરતા નથી. દ્વિતીયાના ચ'સમાન મિત્રતામાં નિષ્કામવિચારો અને નિષ્કામઆચારાની મુખ્યતા છે. કોઇપણ ઇચ્છા, વાસના, નામરૂપના મેહ, યાચના વગેરે દોષોથી મુક્ત અને શુદ્ધપ્રેમવાળી મિત્રતામાં આનન્દરસની ઝાંખીને અનુભવ આવે છે. આત્માને આત્મા મળે છે, મનને મન મળે છે અને એક બીજાનાં પ્રતિબિબ એક બીજાના હૃદયમાં પડે છે. શુદ્ધ શ્રદ્ધા અને શુદ્ધપ્રેમવાળી મિત્રતાની પ્રતિનિ વૃદ્ધિ થાય છે. સાંખ અને પ્રદ્યુમ્ન કુમારની દ્વિતીયાચદ્રસમાન મિત્રતા હતી. વસ્તુપાલ અને તેજપાલની દ્વિતીયાચદ્રસમાન મૈત્રી હતી. રામચદ્ર અને લક્ષ્મણની દ્વિતીયાચંદ્રસમાન પ્રીતિ હતી. સુગ્રીવ અને રામની દ્વિતીયાના ચંદ્રસમાન મૈત્રી હતી. શ્રી કૃષ્ણ અને અર્જુનની દ્વિતીયાના ચંદ્ર સમાન વૃદ્ધિશીલ મિત્રતા હતી. શ્રી કૃષ્ણ અને બળદેવની પરસ્પર દ્વિતીયાચંદ્રસમાન પ્રીતિ હતી. આત્મજ્ઞાની સન્તાની દ્વિતીયાના ચદ્ર સમાન મૈત્રી હોય છે. પરસ્પર શુદ્ધપ્રેમ, પરસ્પરના આત્માનુ સ્વાભાવિક આકર્ષણ, પરસ્પર આત્મશ્રદ્ધા, પરસ્પર એક બીજાના હૃદયની શુદ્ધિ, પરસ્પરના આત્માએની એક નિષ્ઠા, નામરૂપમાં ન મુ’ઝતાં આત્માએને દેખવાની અને આત્માને પૂજ્ય માની તેની પ્રીતિ, ઈત્યાદિથી દ્વિતીયાના ચદ્રસમાન મિત્રતાની વૃદ્ધિ થયા કરે છે. સજન મનુષ્યોની ગાડીમાં જે આનંદરસ પ્રગટે છે તેનુ વર્ણન કોઈ રીતે થઈ શકતુ નથી,