________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
૦
મિત્રમૈત્રી.
રાજગૃહી નગરીમાં તે આવી અને દેવગુરૂની ભક્તિ કરવામાં અને શ્રાવિકાને ધર્મ પાળવામાં હદબહાર ધર્મને આચાર તે પાળવા લાગી, તેથી અભયકુમારે રછતને પિતાના ઘેર જમાડવાનેતરી. પેલીકપટી વેશ્યા શ્રાવિકાએ પણ અભયકુમારને પિતાના ઘેર નેતર્યો અને એક જાતના દારૂનું કપટથી પાન કરાવી બેભાન કરી ઉજજયિની માં લઈ ગઈ અને પ્રદ્યતન રાજાના તાબામાં અભયકુમારને કર્યો. અતિધર્મ આચાર દેખાડનારી વેશ્યાથી અભયમંત્રી ઠગાયે. આ ઉપરથી બેધ લેવાને એ છે કે અતિ આચાર કરનારમાં કપટ હોય છે. મિત્રધર્માચારમાં પણ જે હદબહાર મિત્રના આચારેને દેખાડે છે તેમાં કપટ હોય છે. માટે સુજ્ઞ મનુષ્યએ તેવા પ્રસંગે ચેતીને ચાલવું જોઈએ. સ્વાર્થી મનુષ્ય મિત્રના કર્તવ્યાચારમાં હદબહાર પ્રવૃત્તિ કરે છે તેથી તેવાએના આચારમાં વિશ્વાસ મૂક નહીં. રાજ્ય પ્રકરણમાં, વ્યાપાર પ્રકરણમાં કેટલાક મનુષ્ય મિત્રે બની તે મિત્રનાં અતિ બહાર કત કરીને વિશ્વાસ પાક મિત્રોનો ઘાત કરે છે, એવું અનેક દષ્ટાંતોથી સિદ્ધ થાય છે. જે નીતિ હોય છે તેઓ ઉપર્યુક્ત ત્રણ્ય મનુષ્યપર વિશ્વાસ ધારણ કરતા નથી.
અતિવિષયી, વ્યસની અને પ્રતિજ્ઞાભ્રષ્ટને મિત્ર ન કરવા જોઈએ તે જણાવે છે.
અતિ વિષયી વ્યસની ઘણે, વચન વદી ફરનાર; મિત્ર કરે છે એહવા, પગ પગ દુઃખ નિર્ધાર. ૩૭
વિવેચન –જે અતિશય વિષયી છે, જેની દૃષ્ટિ પારકી સ્ત્રીઓ ઉપર એંટી રહે છે, અને જે વિષયના વિચારમાં લીન થઈ રહે છે, વળી જેને દારૂ, ભાંગ, અફીણ, ગાંજો, ચડસ, વિગેરે ચીજોનું
વ્યસન હોય છે. આ ઉપરાંત જે વચન આપી ફરી જાય છે, વિશ્વાસ ઘાત કરે છે, એવા મનુષ્યની કદી પણ સંગતિ કરવી નહિ, કારણ કે તેમની મૈત્રી દુઃખને ઉત્પન્ન કરનારી હોય છે. સંસાર માગે વહેતાં એટલું લક્ષમાં રાખવું કે, વિશ્વાસઘાતી મહા પાપીની સંગતિથી અનર્થ પરંપરા પ્રાપ્ત થાય છે. માટે સત પુરૂષને સમાગમ કરે, અને
For Private And Personal Use Only