________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
મિત્રમૈત્રી
-------------~~~-~~~- ~-~મનુષ્યની મિત્રતાથી દૂર રહેવામાં સુખ સમાયેલું છે. ઉપદેશ રત્નાકર ગ્રન્થમાં શ્રી મુનિસુંદરસૂરિએ અતિવિનયી, અત્યંત મિષ્ટ ભાલીમાં અને અતિ આચારીમાં દંભકપટકલા હોવાનું જણાવ્યું છે. ચિત્તે, ચાર અને કમાન અતિ નમે છે ત્યારે તે પરનું અશુભ કરે છે. વિનયની જે વિવેક મર્યાદા છે તેની બહાર અત્યંત વિનય કરનાર, દાંભિક વિનય રત્ન સાધુ કે જેને ઉદાયી રાજાને ઘાત કર્યો હતે. તેની પેઠે કપટી હોય છે. સ્વાથી, લોભી, કપટી, અતિકામી અને નિર્દય મનુષ્ય કારણ પ્રસંગે અતિવિનયને કરે છે. અતિવિનયી - નુષ્યને વિશ્વાસ કરે એગ્ય નથી. અતિવિનયી મનુષ્ય ખરા મિત્ર બની શકતા નથી, કારણ કે તેઓ હદયમાં અને બાહા જુદા પ્રકારના હોય છે. અતિ વિનયી મનુષ્યનાં હદય પારખી શકાતાં નથી. અતિવિનયી મનુષ્ય વિનયવડે હદયનું કાપચ્ચ ઢાંકે છે અને અને બાહાથી જુદું જણાવે છે, માટે તેઓની મૈત્રીથી છેતરાવું ન જોઈએ. અતિમિષ્ટ ભાષી અર્થાત્ મર્યાદા બહાર મિષ્ટભાષી, મિષ્ટસ્તુતિ કરનારને મિત્ર ન કરે જોઈએ. કારણ કે તે ફક્ત પિતાનું હૃદય હરવાને અતિમિણ ભાષણ કરે છે. અતિમિષ્ટ ભાષણમાં અસત્યને અને મિષ્ટ કપટને વાસ હોય છે. અતિમિષ્ટભાષી મનુષ્ય ભાટ ચારણની ટેવને અનુસરતા હોય છે, મર્યાદાની બહાર મિષ્ટ ભાષણ કરવું તે એક જાતને કપટ, દંભ, અપ્રામાણિક વિકાર છે, માટે અતિમિષ્ટભાષકમિત્રોથી ચેતીને ચાલવું જોઈએ, તેવાઓને મિત્ર ન કરવા જોઈએ, કારણ કે તેઓ મધુ લગાડેલી છરીના જેવા હોય છે. જેઓ ધર્મકર્મમાં અતિ આચારી હોય છે તેઓ પણ કપટી હોય છે. પૂર્વે રાજ્યગ્રહીમાં શ્રેણિક સજા રાજ્ય કરતા હતા. હિંદુસ્થાન દેશને બાદશાહ શ્રેણિક હતે. શ્રેણિક રાજાને પાંચસે પ્રધાને ઉપરી અભયકુમાર પ્રધાન હતે. મગધ દેશના શ્રેણિક રાજાને અને ઉજજીનીના પ્રદ્યતન રાજાને શત્રુતા હતી. પ્રદ્યતન રાજાએ વિચાર્યું કે અભયકુમાર મંત્રીને પકડવામાં આવે તે શ્રેણિકને જીતી શકાય. એક વેશ્યાએ અભયકુમાર મંત્રીને પકડવાનું બીડું ઝડપ્યું, વેશ્યાએ. શ્રાવિકાનું રૂપ લીધું.
For Private And Personal Use Only