________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મિત્રમૈત્રી.
ન
કરે છે, તે લેકે દુખી થયા વગર રહેતા જ નથી. આ ઉપરથી સાર માત્ર એ લેવાને છે કે સદ્વર્તનશાળી મનુષ્યની મિત્રતા, કોઈ પ્રકારે તૂટે તેપણુ પરિણામે બુરૂ થતું નથી, પણ અસદ્વર્તનશાળી મનુષ્યની સાથે મિત્રાઈ થઈ હોય તોપણ હરકત છે, અને ત્રુટે તોપણ હરકત છે. જેવી રીતે મલયાગિરિ, ચંદન જેવા ઉચ્ચ ગુણી મિત્ર સાથે બંધાયેલી મિત્રતા, કારણ પ્રસંગે ગુટયા પછી પિતાના મિત્રનું કેઈ કાળે પણ ભુંડું ઇચ્છતું નથી, એ તેને જેમને સ્વભાવ છે, તેવી જ રીતે સ્થાન જેવા નીચ મિત્ર સાથે મિત્રાચારીમાં નીચેની કહેવત પ્રમાણે હરક્ત રહેલી હોય છે.
સોબત કીજે ધાનકી, દે બાકા દુઃખ;
ખીજત કાટત પાંઉ, રીઝત ચાટત મુખ. અત્ર કથ્થસાર એ છે કે દુર્ગુણેથી જે નીચ બનેલા છે. તેઓની મૈત્રીથી સુખ શાતિ મળતી નથી. પ્રેમીને તિરસ્કાર કરવાથી પ્રેમ ગુટે છે તે પશ્ચાત્ કઈ રીતે સંધાતું નથી. કહ્યું છે કે –
अवज्ञात्रुटितं प्रेम, नवीकर्तुं क ईश्वरः । संधि न याति स्फुटितं, लाक्षालेपेन मौक्तिकम् ॥
માટે સુજ્ઞોએ પ્રેમી મિત્રેની કદાપિ અવજ્ઞા કરવી નહીં. નીચ મિત્રે હોય છે તેજ મિત્રને તિરસ્કાર કરે છે. જ્યાં મંત્રી રાખવી હોય ત્યાં વાદ, અર્થ સંબંધ અને મિત્ર સ્ત્રીથી એકાંતમાં સંભાષણ એ ત્રણ વસ્તુઓને ત્યાગ કરવું જોઈએ કહ્યું છે કે –
इच्छेच्चेद्विपुलां मैत्रीं । त्रीणि तत्र न कारयेत् । वाग्वादमर्थसम्बन्ध, तत्पनी परिभाषणम् ॥
એક મિત્રે અન્ય મનુષ્યની સાથે મૈત્રી કરી પરંતુ તે નીચ હતું તેથી તેણે તેને વિશ્વાસ પમાડી છેતર્યો. તેનાં ઘરબાર વેચાયાં
For Private And Personal Use Only