________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
નિવારણાર્થે તન મન ધન આદિ કેઈ પણ સાધનથી મદદ કરી મિત્રનું દુખ હરવું–વિદારવું. જે મનુષ્ય, અહંતા મમતાને ત્યાગ કરી પિતાના મિત્રને છેડતે નથી, પણ વળગી રહે છે, તે જ સાચો સદગુણ મિત્ર છે. સમયના પરિવર્તન સાથે અને ચઢતી પડતીની ઘટમાળ સાથે મિત્રને કીતિથી અને ધનથી ત્યજાયેલે જોતાં છતાં પિતાના મિત્રને હલકે ગણવે ન જોઈએ, અને મૈત્રી ભાવના સેવી પિતાના મિત્રને પિતાના આત્મસમાન ગણીને લેશમાત્ર ઓછું ન આવે તેવું વર્તન ચલાવવું જોઈએ. તેવા મિત્ર મનુષ્ય અગ્રગણ્ય ભાગ ભજવે છે. પરિણામે જગમાં તેના મિત્રે પૂજ્ય ગણાય છે, અને તેવા મિત્રે ધર્મના ખરા રહસ્યને સમજેલા છે, એમ લખી શકાય છે.
સુખે સુખી દુખે દુખી, વિપત્તિમાં રહે સાથી; નથી જ્યાં સ્વાર્થને છાંટે, ખરે એ પ્રેમ પ્રેમીને.
નથી ન્હાના નથી હેટા, સદા જ્યાં ઐયતા છાજે; રીસાવાનું ગયું સ્વપ્ન, ખરે એ પ્રેમ પ્રેમીને.
દુખ સાગરમાં મિત્રે મહાન સ્ટીમરવા બને છે તેથી મિત્રનું મહેક-પ્રવર્તે છે. સુગ્રણી મિત્રને સંપત્તિમાં અને વિપત્તિમાં એક સરખે નેહ રહે છે. ધન, સંપત્તિ, શક્તિ, સત્તાદિ વડે મિત્ર મહાન થતું નથી. મિત્ર તે મિત્રના શરીરમાં રહેલો આત્મા જ ગણાય છે તેથી બાહ્યયાધિની અધિકતાથી વા ન્યૂનતાથી મિત્ર ન્હાને વા માટે ગણાતું નથી. દુઃખના વખતમાં સુગુણ મિત્ર ખરેખર આધારભૂત રહે છે તેથી તે મિત્ર ગણાય છે. કહ્યું છે કે –
कराविध शरीरस्य, नेत्रयोरिव पक्ष्मणी ।
अविचार्य-श्रियं कुर्या, त्तन्मित्रं मित्र मुख्यते ।। શરીરને બે હાથ, બે આંખે ને પિપચાંની પેઠે જે સહે ને શુભ કરે છે તેને મિત્ર કહેવાય છે,
For Private And Personal Use Only