________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રનેત્રી.
૨૫
——
पापानिवारयति योजयते हिताय गुखामिगृहति गुणान् प्रकटी
જતિ आषद्गतं न जहाति ददाति काले, सन्मित्रलक्षणमिदंभवदन्ति सन्तः
મિત્રને પાપથી નિવારે છે, હિતાર્થ જે છે, ગુહ્યને ગાવે છે અને મિત્રેના ગુણને પ્રકટ કરે છે. આપત્તિમાં મિત્ર આવતાં તેને ત્યાગ કરતું નથી અને આપવા એગ્ય કાલમાં તેને એગ્ય આપે છે તેને પુરુષ સન્મિત્ર કહે છે. સન્મિત્રનાં લક્ષણ સમજીને કૃત્રિમ મિત્રની મૈત્રી ન કરવી જોઈએ. કૃત્રિમ મિત્રને તેઓની કાયિક, વાચિક, કાવાદાવાવાળી પ્રવૃત્તિથી ઓળખી શકાય છે.
સ્વાર્પણકારક મિત્રને કથે છે. તન, મન, ધન, અર્પણ કરે, રહે ન ભેદ લગાર; મિત્રી એહવી દેહલી, સમજે નરને નાર. ૧૬
વિવેચન –જે મનુષ્ય મિત્રને મદદખાતર પિતાના શરીરની દરકાર કરતું નથી, વખત આવે જીવનું જોખમ ખેડવા કમર કસે છે. અંધારી રાત્રે કુવામાં ઉતરવા તથા સમયે મૃત્યુ સાથે પણ બાથ ભીડવા તૈયાર થાય છે, તે મનુષ્ય સારો મિત્ર ગણાય છે. આ ઉપરાંત જે પિતાનું મન મિત્રને સ્વાર્પણ કરે છે. મનમાં પિતાના મિત્ર માટે છેષ વા ઈર્ષાના વિચારે લાવતે નથી, અને નેહના વિચારે ફેરી કલ્યાણ ઈચ્છે છે તે સાચો મિત્ર ગણાય છે. - જે મનુષ્ય મિત્રની આધિ, વ્યાધિ તથા ઉપાધિ ટાળવા માટે. ધનનો વ્યય કરે છે, અને ધનના લેભથી લેભાઈ અળગે નથી રહેતે પણ આર્થિક મદદ આપે છે, તે સાચો મિત્ર ગણાય છે. તેવી મિત્રી અમૂલ્ય ફળદાયી છે. જગતમાં ભાગ્યવંત પુરૂષને જ તેવા મિત્રે મળે છે.
નિષ્કામ કર્મચગી મિત્રનું લક્ષણ. કરે નિષ્કામથી સઘળું, ગણે નહિ હારૂં વા હારૂં ભલામાં ભાગ લેવાને, ખરે એ પ્રેમ પ્રેમીને
For Private And Personal Use Only