________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
annmnnnnnnne
જ્ઞાને કરી મિત્રતા બાંધવામાં લાભ સમાયેલું છે. જ્ઞાનથી મૂઢ મિત્રને પણ જ્ઞાની કરી શકાય છે. જેનું મન વાંકું છે તેની સાથે મિત્રતા ઘટતી નથી. તેથી હે! શાણા સજજને ! મિત્ર મિત્ર કરી જેઓ મિત્રાઈનાં છેટાં બણગાં ફેંકતા હતા, તેઓ જ્યારે કૃત્રિમ મિત્રરૂપે પ્રગટે છે ત્યારે તેઓના ચિત્તહદયમાં દાહ લાગે છે. તેવા મનુષ્યથી ચેતીને ચાલજે. અંગ્રેજીમાં કહ્યું છે કે “ Trecautiou is letter than cure? દઈને દવાથી ચાટવા કરતાં તેની ઉત્પતિ ન થાય તે માટે સાવચેતી રાખવી, તે વિશેષ જરૂરનું છે. મિત્રતાની જાળમાં ફસાઈ દુઃખ સહન કરવું અને પાછળથી પસ્તાવું તેના કરતાં જાળમાં નહિ ફસાવાને સાવચેતી રાખવી તેજ લાખ દરજ્જૈ સુખકર છે.
જેના મનમાં વક્રતા છે એવા દ્રોહી મિત્રોના મનની વકતા પરીક્ષી શકાતી નથી. મનને શુદ્ધ કર્યાથી મિત્રતા બની રહે છે. જેના મનમાં મિત્રના માટે શુદ્ધતા નથી પરંતુ કુટિલતા છે, તે સ્વયં મિત્રરૂપ ન ન બનવાથી અન્ય મનુષ્યને મિત્ર બનાવી શકતું નથી. અકબર આદશાહના કેટલાક રાજપુત રાજાએ મિત્ર બન્યા હતા, પરંતુ ઐરગઝેબના બન્યા નહોતા. તેનું કારણ એ છે કે ઔરંગઝેબના મનમાં વક્રતા, શઠતા, દંભતા હતી તેથી તેના મિત્રે કઈ બન્યા નહીં, તેથી તે અંતે મુગલ સામ્રાજ્યના પાયે ડગાવવાને શક્તિમાન થયે. વસ્તુતઃ કથીએ તે અસિત્ર બનેલા ઓરંગઝેબથી મેગલ સામ્રાજ્યની જડ ઉખી. જે ચિત્તમાં દ્રોહ છે તે ચિત્ત જ અમિત્ર અર્થાત્ દુશ્મન રૂપ છે તેથી તે અન્ય મનુષ્યનાં ચિત્તાને મિત્ર બનાવવા સમર્થ થઈ શકતું નથી. મનમાંથી દ્રોહને, કપટને નાશ થતાં સ્વયમેવ અન્ય મનુષ્ય પોતાના મિત્ર બની શકે છે. જે મહાત્માઓનાં મન અહી થાય છે તેઓની સાથે વિશ્વવતિસર્વજીને મૈત્રી સંબંધ પ્રગટે છે. મનમાં દ્રોહ રૂપ સર્પને વાસે થવાની સાથે દ્રાહી ચિત્તમાં વિશ્વા સાદિગુણ ટકી શકતા નથી. અએવ મનમાંથી દ્રોહ નાશ કરવા માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. અધ્યાત્મ શાસ્ત્રનું ગુરૂગમપૂર્વક અધ્યયન કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને તેથી દેહ વગેરે
For Private And Personal Use Only