________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
મિત્રમૈત્રી.
ધર્મ દેશ ને જાતિ ભેદ, કરે મિત્રીને લેફ બાળજીના ચિત્તમાં, દષ્ટિ સાંકડી વદ ૧૧૨
વિવેચન –બાલજીવોને જણાવવાનું કે જે મિત્રાઈ કરવી હોય તે સમાનધમિ સાથે કરવી, કારણ કે ધર્મના ભેદથી, વિવાદ ઉત્પન્ન થઈ મિત્રતાને નાશ થાય છે. તેમજ સમાનજાતિવાળા મિત્ર સાથે કરેલી મિત્રતા તુટી શકતી નથી અને પર જાતિથી થયેલી મિત્રતા ચિત્તમાં ભિનભાવને ઉત્પન્ન કરે છે, માટે તેવી મિત્રતા ટકી શકતી નથી. કારણ કે બાળજીવોનાં હૃદયે સાંકડી દષ્ટિવાળાં હોય છે તેથી ભેદ ભાવની ઉત્પત્તિ સહજે થાય છે.
નારદસમ મિત્રોને ત્યાગ. દેનારા વિરલા થતા, ઘણું મિત્ર ખાનાર; નારદ જેવા મિત્રથી, દૂર રહે નરનાર. ૧૧૩
વિવેચનઃ—જગતમાં મીઠું મીઠું બોલીને, સમજાવીને ખાઈ જનાર સ્વાર્થી મિત્રે અનેક હોય છે. પરંતુ મિત્રને સંકટ આવતાં તન મનને ધનથી સહાય આપનાર સનમિત્રે તે કેઈ વિરલાજ હોય છે. જ્યાં આવી મિત્રામાં હોય છે ત્યાં સ્વાર્થને અંશ માત્ર પણ હોતું નથી. નિઃસ્વાર્થ મનુષ્યની મિત્રાઈતે સર્વ રીતે સહાયનીજ આપનારી છે માટે તેવા નિઃસ્વાર્થી સહાય કરીને (આપીને) સત્ય મિત્રતા જાળવનાર મિત્રે અતિ અલ્પ હોય છે. નારદ જેવા જે ખટપટી, પરસ્પર લેશ ઉત્પન્ન કરાવનાર, સાચું જ સમજાવનાર, ને કુતુહલમાંજ આનન્દ માનાર હોય છે એવા નારદ સરખા મિત્રથી દૂર રહેવામાં શ્રેય છે.
કલેશકારકને મિત્ર ન કરવું જોઈએ. મેંઢા મનના મિત્રથી, મલે ન શાતિ લેશ; ઉછાંછળા મિત્રે થકી, પ્રગટે મનમાં કલેશ૧૧૪
For Private And Personal Use Only