________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૪૫
-
-
મળતું નથી તેથી મિત્રાચારીમાં સર્વથા વ્યવહારથી મેળ થતું નથી, શુદ્ધાત્મસ્વરૂપ–શુદ્ધ બ્રહ્મસ્વરૂપ અને શુદ્ધધર્મ સ્વરૂપમાં રમણતા કરનારાઓ તે કદાપિ આહાધર્મભેદે મિત્રતા ટકાવી શકે છે. અજ્ઞાની ધર્માભિમાનીએ પ્રસપાત્ત ધર્મભેદે મિત્રતા ટકાવી શકતા નથી. જાતિભેદે અને દેશભેદે અધ્યાત્મજ્ઞાનીઓ મિત્રતા ટકાવી શકે છે. કારણ કે તેઓ તો આત્મામાં સર્વ અનુભવે છે, પરંતુ અજ્ઞાની માહી મનુષ્ય જાતિદેશભેદે મિત્રતા ટકાવી શકતા નથી.
આત્મજ્ઞાનીઓ ધર્મ, જાતિ, દેશભેદે મિત્રતા ધારી શકે છે. આત્મજ્ઞાનીઓ સાચવે, ધર્મ જાતિના ભેદ મૈત્રીભાવે તે રહે, ધરે ને મનમાં બેદ. ૧૧૧
વિવેચન –આત્મજ્ઞાનીએ ધર્મભેદે અને જાતિ દેશ ભેદે મિત્રાચારી જાળવી શકે છે, પરસ્પર જુદા ધર્મ હેય તથા દેશ અને જાતિથી ભિન્નતા હોય તેથી શું? આત્મજ્ઞાનીઓ બાહ્ય ધર્મ, જાતિ, દેશ આદિ ભેદની ઉપેક્ષા કરે છે. તેઓ તે જ્ઞાન પ્રેમથી પસ્પર એક આત્મધર્મને દેખી શકે છે. તેઓ આત્માના અનન્તધર્મ વર્તવમાં સર્વ દેશ જાતિ વગેરે ભેદને વિલય કરે છે. તેથી તેઓ પરસ્પર મિત્રીભાવને ધારણ કરે છે, તથા મનમાં પેદને પામતા નથી. આત્મશાની થયા વિના સર્વ ભેદોને સમાવનારી વિશાલદષ્ટિ પ્રાપ્ત થતી નથી. આત્મજ્ઞાનીએ મિત્રાચારીને ધારણ કરી મિત્રેના માટે સર્વ સ્વાર્પણ કરે છે. આત્મજ્ઞાનીઓને ઈચ્છવા ગ્ય કંઇ બાકી રહેતું નથી, તેથી તેઓ મિત્રની ફરજો અદા કરવામાં ધર્મ જાતિ દેશ ભેદને તિલાંજલિ આપે છે. તેઓની મિત્રાચારીનું વર્ણન થઈ શકતું નથી. તેઓના આત્માઓની અનન્ત ઘણી શુદ્ધિ થએલી હોવાથી તેઓના આત્માઓનું તેલ કરી શકાતું નથી. તથા તેઓનું લક્ષણ બાંધી શકાતું નથી. આત્મજ્ઞાનીઓની મિત્રે પ્રતિ અપૂર્વ અદ્દભૂત પ્રવૃત્તિ થાય છે,
For Private And Personal Use Only