________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
મિત્રમૈત્રી.
શકતી નથી, અને કદાપિ ત્યાં ટકે છે તો તે આત્મધર્મથી ટકી શકે છે પણ મને ધર્મ થી ટકી શકતી નથી; સર્પને અને મયુરને જાતિવૈર છે, કાગડાને અને ઘુવડને જાતિ વિર છે. બિલાડાને ઊંદરને જાતિવેર છે. કેઈ મહાપુરૂષના પ્રભાવથી જાતિવૈરને નાશ થાય છે અને પરસ્પર મિત્રતાને સંબંધ થઈ શકે છે. સુરેને અને અસુરેને જાતિવૈર હોય છે. જ્યાં જન્મની સાથેજ પરસ્પર વિરોધી વૃત્તિઓ હોય છે ત્યાં જાતિ વૈરની મુખ્યતા હોય છે. જાતિવૈરથી મિત્રતા ટકી શકતી નથી, એ વ્યવહારમાં મુખ્ય નિયમ છે. માટે જ્યાં જાતિવૈર ન હોય ત્યાં મિત્રતા કરવી. જન્મની સાથે જ્યાં પરસ્પર વિરૂદ્ધ ધર્મ હોય અને તે વિરૂદ્ધ ધર્મને લઈને જ્યાં જન્મતાંજ એક બીજાને નાશ કરવા વિચારે થતા હોય એવી જાતિ વિર દશામાં પરસ્પર આત્મજ્ઞાન થયા વિના અને આત્માના ગુણ પ્રાપ્ત થયા વિના મિત્રતા ટકી શકતી નથી.
જ્યાં ધર્મવિર છે ત્યાં મિત્રતા ટકતી નથી. ધર્મ વૈર ત્યાં મિત્રતા, ટકે નહીં વ્યવહાર જાતિ દેશના ભેદથી, રહે ન મિત્રાચાર. ૧૧૦ - વિવેચન-જ્યાં પરસ્પર ધર્મ વૈર હોય છે ત્યાં વ્યવહારથી મિત્રાચારી ટકી શકતી નથી. પરસ્પર વિરૂદ્ધ ધર્મથી પરસ્પર વિરૂદ્ધ ધમી મનુષ્યમાં વૈર પ્રગટે છે અને તેથી ધર્મભેદની વાત નીકળતાં ધર્મ ફ્લેશ પ્રગટતાં એક બીજાનું અશુભ કરવા પ્રવૃત્તિ થાય છે. પરસ્પર વિરૂદ્ધ ધર્મથી યુરોપમાં તથા હિંદુસ્તાનમાં મહાન સો થયાં છે, અને તેમાં લાખો મનુષ્યને નાશ થયો છે. પરસ્પર વિરલ ધર્મથી આચારમાં અને વિચારમાં વિરૂદ્ધતા ઉત્પન્ન થાય છે અને તેથી મનને મેળ મળતું નથી, જાતિ ભેદે તથા દેશના ભેદે પરસ્પર મિત્રાચારી ટકતી નથી. હાલ જર્મને અને કેને દેશના શેર મિત્રાચારીને મેળ ટકી રહ્યા નથી. કાળી અને ગોરી ચામડીના ભેદ તથા જાતિના ભેદે પરસ્પર એક બીજાનાં મન મળી શકતાં નથી. કદાપિ કેઈ એક બાબતને મેળ મળે છે પણ બીજી બાબાને મેળ
For Private And Personal Use Only