________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
મિત્રમૈત્રી.
મિત્રને મર્મ ન હણાય અને મિત્રની હાંસી ન થાય એવું ભાષણ કરવું પડે છે. પક્ષમાં કે પ્રત્યક્ષમાં મિત્રની નિંદા ન થાય એ ખાસ ખ્યાલ રાખવો પડે છે. કોઈ મિત્રની નિંદા કરે અથવા મિત્ર વિરૂદ્ધ બોલે તો તેના પ્રતીકાર કરવું પડે છે. મિત્રની કેઈ હાનિ ચિંતવતું હોય તે તે વાત મિત્રને કહેવી પડે છે, અને તેના સામા
ગ્ય ઉપાય લેવું પડે છે. મિત્રની ગુપ્તવાતને હૃદયમાં છાની રાખવી પડે છે. મિત્રના જે જે વિરોધીઓ હોય તેની સાથે બહુ સાવચેતીથી વર્તવું પડે છે. મિત્રની પાસે રહીને તેને સૂચનાઓ આપવી પડે છે. તેને માટે પ્રાણાન્તકષ્ટ સહન કરવો પડે છે. ઇત્યાદિને અનુભવ કરીને મિત્રતાનું રક્ષણ કરવું પડે છે. વિના વિચારે મિત્રની સાથે પ્રવર્તવાથી મિત્રતાને ઘાત થાય છે. મિત્રની સાથે એગ્ય વિચારવું, એગ્ય બોલવું, અને એગ્ય રીતે પ્રવર્તવું એજ મિત્રમેળ રાખવાની ચેગ્ય કુંચી છે.
જ્ઞાની મિત્ર સ્વરૂપ જ્ઞાની મિત્રની ગોઠડી, પગ પગ સુખની હેર; દુમિત્રની ગેડી, મન પ્રગટાવે ઝેર. ૧૦૮
વિવેચન –જ્ઞાની મિત્ર અને દુષ્ટ મિત્રની બેઠડીનું ફળ જણાવે છે. જ્ઞાની મિત્રની ગોઠડીમાં અર્થાત્ મિત્રાચારીમાં પગલે પગલે સુખની લહેર છે, અર્થાત તેની સાથે ક્ષણે ક્ષણે વાતચિત કરવામાં સુખને અનુભવ થાય છે. જ્ઞાની મિત્રના આચારમાં અને વિચારેમાં ઘણું સત્ય સમાયેલું હોય છે, અને તેના બેલમાં પણ ઘણું સત્ય સમાએલું હોય છે. એથી તેની પાસેથી ઘણું સત્ય મળી શકે તેમ છે. ચડતી અને પડતીના વિચારને તે સારી રીતે જણાવી શકે છે. તેથી તેના મિત્રને સુખનાં સાધને સંપ્રાપ્ત થઈ શકે છે. આત્મજ્ઞાન આપવામાં તે ગુરૂની ગરજ સારે છે અને તે સંકટમાં સહાય કરવાને શુરવીર અર્જુનની ગરજ સારે છે. હૃદયના અનેક
For Private And Personal Use Only