________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
મિત્રમૈત્રી.
-
-
-
સત્તા અને ધનની લાલશામાં રામાન્ચે રહેનાર મનુષ્ય અને તેમાં જ સુખ માનનાર કદાપિ કાળે સાચા મિત્ર તરીકે લેખી શકાતો નથી.
દુર્લભ મિત્રોને જણાવે છે.
સંકટમાં સાથે રહે, કરે સમર્પણ પ્રાણ; મિત્રે એહવા દેહીલા, સુણે ન નિન્દા કાન. ૯૮
વિવેચન-દુનિયામાં દરેક મનુષ્યને મિત્ર કરવા અભિલાષા રહે છે. કારણું જગત વ્યવહારે વિચરતા મનુષ્યને પ્રસંગોપાત્ત નેક સલાહની જરૂર છે અને તે સાચે મિત્ર પૂરી પાડે છે. સાચા મિત્રની આશાએ મનુષ્ય મૈત્રી કરે છે પણ સ્વપરમિત્રોની ફરજ સમજી સાચા મિત્રે બનેલા જગતમાં કવચિત્ દેખાય છે. મિત્ર પિતાની મિત્રફરજ ત્યારે સમજી શક્ય કહેવાય છે કે જ્યારે તે મિત્રના અનેક દુખે અને સંકટના સમયમાં સાથે રહી તન, મન, ધનથી મિત્રનાં સંકટેનું નિવારણ કરે છે, અને મિત્રને આત્મશક્તિ આપવા સ્વાત્માનું વખતે સમર્પણ કરવાની જરૂરીયાત હોય તે પણ લેશ માત્ર ન ડગતાં યાહમ કરી સ્વફરજને અદા કરે છે તે જ સાચા મિત્ર લેખી શકાય છે. કહ્યું છે કે --
તેને જૈવ, પરાપૂરા राजद्वारे, श्मशाने च यस्तिष्ठतिसबान्धवः ।। ઉત્સવમાં, દુખમાં ( વ્યસનમાં) દુકાળમાં, દેશની પાયમાલીમાં, રાજા દ્વારમાં અને સ્મશાનમાં જે સાથે ઉભો રહે છે તે ખરે બાંધવ કે મિત્ર છે.
જે મિત્ર સ્વાથી છે તેવા મનુષ્યાથી મિત્રનું ભલું થતું નથી. સાચા મિત્રો મિત્રના ભલામાં જ સદા તત્પર રહે છે. કેઈપણ મનુવ્ય, પોતાના મિત્રની નિન્દા કરતે હેય વા ભુંડું બોલતા હોય તે સાચો મિત્ર લેશ માત્ર તે સ્વગુરૂ નિન્દાની સાંખી શકતું નથી અને
For Private And Personal Use Only