________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૩૩
આવે છે કે પિતે જેની સાથે મિત્રતાવાળે હોય તે તે પિતાના મિત્રને અન્ય સજને સાથે બેલવા નિષેધ કરે છે, કારણ કે પિતાને જે, મળેલું છે તેને લાભ બીજે ન લઈ શકે તેવી જ દુષ્ટ ધારણું તેમના મનમાં આવે છે. તેથી તેના મિત્રોને શ્વાન જેવા ઈર્ષ્યાથી કહેવામાં આવ્યા છે, એ વ્યાજબી છે. સાહાસ્ય અને શક્તિ આપનાર એવા સિંહ સમાન મિત્રો વિરલા જ દશ્યમાન થાય છે. પરસ્પર જે મિત્રો એક બીજાની ઈર્ષ્યા કરે છે. એક બીજાની સાથે કલેશ કરે છે, તે ધાન સમા મિત્ર જાણવા, હસના સમાન હૃદયના નિર્મલ અને સિહ સમાન પરાક્રમી પુરૂષ સિંહ મિત્રોની પ્રાપ્તિ થવી દુર્લભ છે. હંસ અને સિંહ સમાન મિત્રે સહાય કરે છે. એક બીજાને આત્મભેગ આપવામાં કચાશ રાખતા નથી માટે કાકશ્વાન સમાન મિત્રને ત્યાગ કરીને હંસ અને સિંહ સમાન મિત્રે કરવા જોઈએ.
ચડતી પડતી પ્રસંગે મિત્ર કર્તવ્ય પરીક્ષા. ચઢતીમાં પાસે રહે, પડતીમાં નહિ પાસ; એવા જન નહીં મિત્ર છે, સત્તા ધનના દાસ. ૯૭
વિવેચન–બાહ્ય વસ્તુઓમાં આનંદ માનનાર એવા મિત્રો કેઈને પણ ઉપકાર કરી શકતા નથી, કારણકે તેવા મિત્રે પોતાની સાથે ત્યાં સુધી જ ટકી શકે છે કે જ્યાં સુધી આપણી ચઢતી દશા હોય છે. અનેક પ્રકારના હુન્નર ઉદ્યોગ બનાવવામાં સહાયકપણું હોય છે ક્યાં સુધી તેઓ સાથી બને છે તેમ કરતાં જે તે ધનવાન થાય અને તેની પાસે કોઈ અપૂર્વ હુન્નર કળા જાણવામાં આવે તે પિતાના ઉપર કરેલા ઇંજા ઉપકાને ભૂલી જઈ તેને હુન્નર ઉદ્યોગ નહિ બતાવતાં કદાચ તેની પાસે ધનને નાશ થાય છે. તેના મૂળ સામુ પણ નહીં જતાં તેની ઉપેક્ષા કરે છે, અને જેને લીધે પિતે ઉપરોક્ત રિથતિએ પહોચેલો છે તેનું ભાન નહિ રાખતાં પિતાનું હીનત્વ બતલાવવા ચૂકતા નથી. તેવા મનુષ્ય ખરા મિત્રે કહી શકાતા નથી પણ સત્તા અને ધન જે બાહ્ય વસ્તુ તરીકે લેખાય છે. તેઓના તેઓ દાસ બની રહે છે.
For Private And Personal Use Only