________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
નિજ વૃત્તિ પ્રમાણે મિત્રે મળે છે.
જેને જેવી વૃત્તિ છે, બને જ તેવા મિત્ર; તેથી તે રાજી રહે, જી ગુણે વિચિત્ર. ૮૦
વિવેચન––જે મનુષ્યની જેવી મનોવૃત્તિ છે તેને તેવા પ્રકાપરના મિત્રો બને છે અને તે તેવા પ્રકારના મિત્રેથી રાજી રહે છે.
છે મનેવૃત્તિ ગુણે વિચિત્ર પ્રકારના હોય છે. મને વૃત્તિને અનુભવ કરવાથી વૃત્તિ મેળે મિત્ર મેળ પરસ્પર થાય છે. તે સહેજે સમજી શકાય છે. જુગારીને મિત્ર જુગારી બને છે. સરખે સરખી વૃત્તિવાળા મનુષ્ય પરસ્પર મિત્ર મેળે ગોઠવાઈ જાય છે, અને તેઓ તેવા મિત્ર મેળે રાજી રહે છે. મનવૃત્તિની મુખ્યતાઓ પ્રવર્તનારા જ પરસ્પર સરખી મને વૃત્તિની ચેષ્ટાએ પરસ્પર મિત્ર સંબંધને બાંધે છે. મને વૃતિની સાથે સરખા આચારોથી અને ગુણેથી પરસ્પરની મિત્રતા થાય છે અને તેમાં ફેરફાર (પરિવર્તન) થતાં મિત્રમેળનું પણ પરિવર્તન થાય છે, સ્વાર્થ માટે કેટલાક મનેવિય કરીને, આચાર વિક્રય કરીને મિત્ર મેળ સંબંધ બાંધે છે, પણ તે કૃત્રિમ મેળ હેવાથી આનંદ રસ આપવા સમર્થ થતો નથી. વય, સત્તા, લક્ષમી, વિદ્યા દરજજો વગેરેથી જે મિત્રાચારીમાં ભેદ રહે છે તે મિત્રાચારી ઉપર ઉપરની હદયશન્યતા વાળી છે. વિચાર આચાર મેળે બાંધેલી મિત્રતા પણ વિચારાચારની ભિન્નતા થતાં ટકી શકતી નથી. મને વૃત્તિને મુખ્ય કરી અન્ય મનોવૃત્તિયોના આકર્ષણે જે મિત્ર સંબંધને બાંધે છે. તેમાં મુખ્ય આત્મા આત્મભાવ પ્રધાનભૂત ન હોવાથી તેમાં પ્રેમના ઉભરાઓ પ્રકટે છે તે પણ તે ચિરસ્થાયી રહેતા નથી. એમ સર્વ મનુષ્ય સ્વવૃત્તિના અનુભવથી જાણી શકે છે.
રજોગુણ, તમે ગુણ અને સત્વગુણની પેલી પાર જનાર વિશ્વ મિત્ર બને છે.
સત્વ રજને તમથકી, ગયો જે પેલી પાર; વિશ્વ મિત્ર પ્રભુ થઇ રહ્યો સંબંધાતીત ધાર ૮૧
For Private And Personal Use Only