________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
મિત્રમૈત્રી.
વિવેચન –વિશ્વ મિત્ર સ્વરૂપ અને તેથી પ્રભુ સ્વરૂપ થઈ ગયેલાનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. સવગુણ, રજોગુણ અને તમોગુણથી જે પેલી પાર ગયો છે, જેણે મનને આત્મામાં સમાવી દીધું છે, તેથી જે શુદ્ધાત્મા ભાવની શુદ્ધદષ્ટિથી વિશ્વપ્રતિ સ્વફરજને અદા કરે છે, તે વિશ્વવતિસર્વજીને મિત્ર બની શકે છે અને તે વિશ્વ છને પ્રભુ બને છે. તીર્થકરે, મહર્ષિ વગેરે જેઓ આત્મજ્ઞાન સમાધિથી ત્રિગુણાતીત થઈ ગયા છે, તેઓ વિશ્વના ખરેખર મિત્ર બન્યા છે. વિશ્વામિત્ર બનનારાઓને સર્વ જીવો પર એક સરખો સમાન ભાવ રહે છે. સર્વ ની રક્ષા કરવા તે યથાશક્તિ પ્રવૃત્તિ કરે છે. સત્ત્વગુણ, રજોગુણ અને તમે ગુણથી પેલી પાર ગયેલાઓ, સર્વ જીવેને આત્મભાવે દેખી શકે છે. રજોગુણ અને તમોગુણાદિ પ્રકૃતિ સંબંધથી અતીત થયેલે આત્મા, સર્વસંબંધાતીત બની વિશ્વામિત્ર બની શકે છે. આવી વિશ્વામિત્ર પ્રભુતા મેળનું સ્વરૂપ, આત્મજ્ઞાનિએ અવધ્યું છે. સર્વ સંબંધથી મુક્ત છેવટની આવી મિત્રતાને એવી દશા પ્રાપ્ત થયા પશ્ચાત અનુભવ આવે છે. જેગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિથી થએલા મિત્રમેળને આનંદ કલુષિત અને પરિમિત છે, સાત્વિકવૃત્તિથી થએલ મિત્રમેળને આનંદ કંઈ. શુદ્ધ અનેક પરિમિત છે. ત્રણ પ્રકારની વૃત્તિની પેલી પાર થએલ આત્માઓના પરસ્પર મેળને આનંદ પરમ વિશુદ્ધ નિત્ય અને અપરિમિત છે. બ્રહ્મજ્ઞાનીઓ આત્માની મિત્રતાને અનુભવ કરીને વૃત્તિથી અતીત સહજાનન્દની ઝાંખી પ્રાપ્ત કરી શકે છે, આત્માની પરમાત્મતા પ્રગટ્યાથી આત્મા વિશુદ્ધ બ્રહ્મરૂપ બની અનંતજ્ઞાનદર્શન, અનંત સુખને લેગ કરે છે. ત્યાગીઓ, ઋષિઓ, મહાત્માઓ આવી આત્મ મિત્ર દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે.
પ્રેમ વૃત્તિની પુષ્પની, ખીલવણું કરનાર; મિત્ર, સી, ગુરૂ, દેવ એ, ચાર જ છે નિર્ધાર. ૮૨ વિવેચન—પ્રેમવૃત્તિરૂપ પુષ્પની ખીલવણી કરનાર મિત્ર, સ્ત્રી,
For Private And Personal Use Only