________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
ન
આત્મય મિત્ર પ્રાપ્તિથી શું થાય છે તે જણાવે છે. હું તું ભેદ રહે નહીં, એકરૂપતા થાય; એવો મિત્ર મળ્યા પછી, દુઃખ સહુ વિસરાય. ૭૦
વિવેચન --મને વૃત્તિના ભેદે હું તું ભેદ રહે નહીં અને એકરૂપતા થાય એ મિત્ર મળ્યા પશ્ચાત્ સર્વ દુઃખ વિસરાય છે. આન્તર અભેદી મિત્રમેળ થયા પશ્ચાત્ માનસિક દુખે ભુલાય છે. મિત્રે પરસ્પર એકબીજાને આત્મરૂપ થઈને મળે તે તેઓને પશ્ચાત્ પરસ્પર એકબીજામાં બહાસ્વરૂપાધ્યાસ રહેતું નથી. હું તુંની અનાવૃત્તિના ઉછાળાના કલ્લોલે જ્યાં પરસ્પર આત્માઓ ભિન્ન ભિન્ન વ્યક્તિના અભિમાની બની સ્વાર્થીદિભાવે રજોગુણી તમે ગુણી બને છે. એવાઓ, મિત્રની એકરૂપતાને પ્રાપ્ત કરી શક્તા નથી. પરસ્પર હું તુંના ભેદે પરસ્પર એકબીજાને આત્માર્પણ થઈ શકતું નથી; અને તેથી એકબીજામાં પરસ્પર એકબીજાના હૃદયમાં પ્રતિબિંબ પડતાં નથી. એકરૂપ મિત્રોમાં રજોગુણી અને તમે ગુણી હુdવૃત્તિ રહેતી નથી. એકબીજાને દેખી કષાયોને અભાવ થાય છે, અને એક બીજાનું ગુણરાગે શુદ્ધસ્વરૂપ દેખાય છે, ત્યાં લોભ, સ્વાર્થ, પ્રપંચ અને વિશ્વાસઘાત વિગેરે દે રહેતા નથી. પ્રેમની શુદ્ધતાથી એક બીજાનું અકય સ્વરૂપ અનુભવાય છે. આવી એકરૂપતા મૈત્રીને પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાન, ત્યાગવૃતિ, શુદ્ધપ્રેમ, અક્ષુદ્રભાવ, અભેદભાવ વગેરે ગુણોને પ્રાપ્ત કરવા પડે છે, અને બાહ્યસત્તા, લકમીના રૂપને ભેદ, અહંતાધ્યાસ ભુલા પડે છે. એકબીજાના ફકત આત્માને દેખી મળવાનું થાય છે. અને તેમાં અભેદતા અનુભવાય છે, ત્યારે એકરૂપમિત્રોની થાય છે.
મનના મેળે જે મિત્રતા થાય છે તેનું સ્વરૂપ જણાવે છે. મનના મેળે મિત્રતા, દેખે વિશ્વ મઝાર; સન બદલાતાં મિત્ર નહિ, મનની રચનાધાર, ૧૭૧
For Private And Personal Use Only