________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
મિત્રમૈત્રી.
જ્ઞાનગોષ્ઠીને વાર્તાલાપ કરતાં પાર આવતો નથી. જેમ કેળના સ્તનું એક પત્ર કાઢતાં તેમાંથી બીજું અને તેમાંથી ત્રીજું એમ પત્રને સ્તંભજ દેખાય છે તેમ મિત્રની વાર્તા ગષ્ટીમાં પણ તેમ અવધવું.
મિત્ર થવાના ગુણે જણાવે છે. સહેજે મન મળતું રહે, એકમેક મન થાય; દૂર જતાં મન દૂર ના, યાદી ચિત્ત સહાય, ૬૯
વિવેચન –મિત્ર મિત્રના દિલમાં સ્વભાવિકરીતે પ્રેમની જાગૃતિ થાય છે. અ ન્ય એક એકને દેખતાં હદય દ્વાર ખુલ્લાં કરી શરીરથી જુદા પણ આત્માથી એક્ય બને છે. જેને વિયાગ પિતાના દીલમાં સાલે છે, મિત્રનું અળગાપણું પોતાના દિલમાં ખુચ્યા કરે છે, તે મિત્રતા તે સાચી મિત્રતા જાણવી. ગુરૂશ્રી કહે છે કે ખરો મિત્ર પિતાને મિત્ર હજારે મૈલ દૂર જાય છે છતાં તેનું મન પિતાની પાસે
છે, તેની છબી પિતાના સ્મૃતિપટમાં તરવરી રહે છે. તેની યારી પિતાના દિલમાં શાશ્વત રહે છે. સાચા મિત્રની પ્રીતિ સદા માટે શાશ્વત રહે છે, સ્વાભાવિક રીતે જ્યાં મિત્ર ગ્રંથિની દઢતા થાય ત્યાં જ સ્નેહની ઝળક દેખાય છે. નીચેના વાક્યમાં સજજન મિત્રની શુદ્ધભાવના આદર્શરૂપ બતાવવામાં આવી છે.
અમીની આંખ જેવાથી, હૃદય તલપી રહે મળવા; સમર્પણ સર્વનું જેમાં, ખરે એ પ્રેમ પ્રેમીને. (૧) રગે રગમાં વસે પ્રેમી, હૃદયને ભેદ નહિ ક્યારે, ખડાં રેમ દીઠ થાવે, ખરે એ પ્રેમ પ્રેમીને. (૨)
સ્વાત્માની સાથે મિત્રનું શ્રેય દશ્ય ઐક્યરૂપે રહે છે. મિત્રની મૂતિ, હૃદય આગળ ખડી થાય છે. આત્મા જાણે પિતાનું સ્વરૂપ સામું દેખતે હોય તેવી રીતે મિત્રને દૂર છતાં પણ પાસે દેખે છે. આવી મિત્રતામાં ગાઢ પ્રેમની મસ્તી સમાયેલી હોય છે.
For Private And Personal Use Only