________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૦૮
વિનાના સર્વ અસત્યમેળ છે. જીવ–આત્મા વિનાના મૃતકશરીર સમાન પ્રીતિ આદિ ગુણ વિનાને મેળ છે, એવા મેળથી મળવા કરતાં નિર્જીવ દશા વિશેષ સારી છે, જેનામાં શુદ્ધ પ્રેમરસ ચિંતન્ય નથી એવાની સાથે મિત્રમેળ કે જે નામ માત્ર છે તે કરવાથી સ્વપરને આનંદ પ્રાપ્ત થતું નથી, નિર્જીવ મૃતકને મેળ તે મેળ નથી, તેમ જેએનામાં આત્મજ્ઞાન, વિવેક, સ્વાર્પણ, શુદ્ધ પ્રેમ, આત્મભાવ, એક્યભાવ, પરસ્પરતન્મયભાવ નથી તેવા નામમાત્રમિત્રે ખરેખર મડદાં સમાન છે. માટે મિત્ર ગુણોને અનુભવ કરીને મિત્રતાને મેળ કરવો જોઈએ કે જેથી કદાપિ કાલે આત્માની પતિત દશા ન થાય. આત્માની અધદશા કરનાર દુર્જન અસત્ મિત્રોની નિજીવ મૈત્રી કરતાં અરણ્ય પશુઓની સાથે વાસ કરે તે શ્રેષ્ઠ છે. નિર્જીવ મેળ સંબંધ કરનારાઓને અખિલ વિશ્વમાં તોટો નથી. એવું અવબધીને સજીવન મિત્ર મેળ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ.
મિત્ર ધર્મ સમજ્યા વિનાની મૈત્રી નકામી છે. સમજ્યા વણુ શી મિત્રતા, સમજ્યા વણુ શેર મેળ; વાત વાતમાં વાત છે, પત્ર રહ્યાં જેમ કેળ, ૬૮
વિવેચન –એક એકના સ્વભાવ અને દલ સમજ્યા વિના સંબંધ બંધાતું નથી. જ્યારે એક એકના સ્વભાવનું અનુભવથી જ્ઞાન થાય છે ત્યારે સંબંધ બંધાય છે, મિત્રના હૃદયમાં કપટને વાસ છે કે નિઃસ્વાર્થ વૃત્તિ. ઘર કરી રહેલી છે ? તેનું જ્યાં સુધી જ્ઞાન થાય નહિ ત્યાં સુધી ખરે સંબંધ બંધાતું નથી. સાધારણ વ્યવહારમાં વિશ્વાસની જરૂર રહે છે તે ચોવીસે કલાકના સંબંધમાં વિશ્વાસ ન હેય તે વ્યવહાર શી રીતે નભી શકે? મિત્રની સાથે સંબંધ થતાં પ્રસંગે પાત્ત અનેક વાર્તાલાપ થાય છે. અને ધીમે ધીમે મિત્ર હૃદયનું જ્ઞાન થાય છે અને પરિણામે સ્વભાવ મેળે મિત્રતા દઢીભૂત થાય છે. જ્ઞાની, ચતુર, દક્ષ મિત્રની જ્ઞાન ગેટ્ટીમાં વાત પરથી વાત થાય છે. એક વાતમાંથી બીજી વાત અને બીજીમાંથી ત્રીજી એમ
For Private And Personal Use Only