________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
૧૦૫
સુખી હોય પણ તેનું સુખ જંગલમાં ખીલેલાં ગુલાબ જેવું નિરર્થક છે. મહા સમુદ્રમાં છુપી રહેલાં કિંમતી મતી જેવું છે. કમનશીબે અટવટે માર્ગે ફસી પડે તે તેના દુઃખની ગણતરી જ નહિ. ગીગીચ ગલીમાં ફસી પડેલા મુસાફર ભેળા મનુષ્યને ધોરી માર્ગે લાવી સીધે રસ્તે દેખાડનાર મનુષ્યની ખામી હોવાથી દુનિયા અગ્નિની ભઠ્ઠી જેવી લાગે છે કે જેમાં પિતે અને પિતાનાં સગાં વહાલાંઓ જળી જઈ ખાખ થઈ જાય છે. માટે વિશ્વની મુસાફરીમાં સહાય અર્થે મિત્રની આવશ્યકતા નિવિર્વાદ છે. જે રસ માતામાં છે તે પિતામાં નથી, પિતામાં છે તે માતામાં નથી, ભાઈમાં છે તે સ્ત્રી તથા બહેનમાં નથી, અને સ્ત્રી તથા બહેનમાં છે તે ભાઈમાં નથી. મિત્ર એક એવી વસ્તુ છે કે કઈ સમયે માતાના સ્નેહની પેઠે પિતાની વૃત્તિ પિઠે. બંધુઓની સાહાયતા પેઠે અને સ્ત્રીની મૃદુતાની પેઠે અનુપમ સહાય આપનારે હોય છે તેથી તેની ઉત્તમતા જગતુમાં કહી જતી નથી.
મિત્ર વિનાની શુષ્ક છંદગી છે. મિત્ર વિનાની જીદગી, વનના પુષ્પ સમાન; મિત્ર વિના જગ લાભ નહિ, સમજે ભવ્ય સુજાણ, ૬૪
વિવેચન –જેમ વનમાં ખીલેલાં સુગધિ પુષ્પોની સુવાસ નકામી છે અને પરિણામે કીંમતી પુષ્પ બીન ઉપગનાં ઠરે છે તેમ મિત્ર વિનાનું જીવન શુષ્ક લેખાય છે. આત્મજીવનમાં રસને બદલે શુષ્કતા માલમ પડે છે, અમૃતને બદલે ઝેર માલમ પડે છે, અને પરિણામે જીવન નિર્માલ્ય બને છે. ગુરૂ મહારાજ કહે છે કે ભવ્ય શુશીલમળે! યાદ રાખજો કે દુનિયાના વ્યવહારમાં મિત્ર વિના કાંઈ લાભ થનાર નથી. “મિત્રને ભાઈબંધ” કહેલા છે એટલે ભાઈ કરતાં પણ એક બંધ વધારે એટલે મિત્ર સાથે સંબંધ લેખાય છે. જ્યારે તે સંબંધની ખામી હોય છે તે જેમ લશ્કરમાં લઢતા સિપાઈ પાસે ફક્ત તલવાર હેય પણ રક્ષણાર્થે ઢાળ ન હોય તેમ મિત્ર વિનાના મનુષ્યનું સમજવું. દુઓથી ઘેરાયેલા અને આપત્તિઓથી સપડાયેલા મિત્ર
For Private And Personal Use Only