________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૬
મિત્રમૈત્રી.
હૃદયને સહાય અર્થે વા થાકેલા હૃદયના થાક ઉતારવા અર્થે અન્ય મિત્રહૃદયની જરૂરિયાત સહેજે સમજાય છે. એમરસને પોતાના મિત્ર ઉપરના નિષધમાં લખ્યુ છે તે પ્રમાણે ખાતરી થાય છે ત્યારે અનન્ત ઘણો આનંદ થાય છે.
Let the some be assuved that some where in the universe it should regoin its friend and it would be content and cheerful for a thousand years.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજથી અઢી હજાર વર્ષ પર થએલ મગદેશના રાજા શ્રેણિકેના પુત્ર અભયકુમાર મહુ તર્કબુદ્ધિવાળા અને ધ બુદ્ધિવાળા હતા. તેની સાથે એક કસાઇના પુત્ર સુલસે દોસ્તી આંધી. અભયકુમારે પોતાના સવિચારોના બળથી સુલસને દયાવત બનાવ્યો અને તેથી તેણે કસાઈના ધંધા કરવાનું અશુભકમ ત્યાગ્યું. સુલસના પિતા મરણ પામ્યા પશ્ચાત્ સુલસને તેના કુટુએ પશુએ મારવા ઉશ્કેર્યાં. સુલસે છરીના ઘા પેાતાના પગપર કર્યાં તેથી તેને દુઃખ થયું. તેણે કુટુબીઓને એલાવી કહ્યું કે મને દુઃખ થાય છે. તેમાંથી તમે દુઃખ વેંચી લેા. કસાઇ કુટુંબે કહ્યું કે એ અમારાથી વ્હેંચી લેઇ શકાય તેમ નથી. ત્યારે સુલસે કહ્યું કે મ્હને પાપકમ થી જે પાપ લાગે તે તમા ક્યાંથી વ્હેચી લઇ શકશે. આ ભવમાં કરેલા પાપાને પરભવમાં મારે પાતેજ ભોગવવાં પડશે. ઈત્યાદિ શબ્દોથી તેનુ કુટુ ધ પામ્યું. અભયકુમારની સંગતિથી સુલસની શુદ્ધબુદ્ધિ થઇ અને તે અનેક સદ્ગુણાથી શાભાયમાન થયા. અભયકુમારની સાથે દોસ્તી બાંધનાર મ્લેચ્છપુત્ર આદ્રકુમારને પણ અભયકુમારે ધમી બનાવ્યે. માટે શુદ્ધબુદ્ધિવાળા મિત્રા કરવાની જરૂર છે. પશુઆને અને પક્ષીઓને પણ આત્મમિત્ર મનાવવાં જોઈએ. જેને મિત્ર છે તેને અણુધારી સાહાય્ય છે એવુ જાણી નિષ્કામપણે મિત્રા કરવા જોઇએ.
આત્મામાં મિત્ર ગુણી પ્રકટાવવાથી મિત્રોની પ્રાપ્તિ થાય છે. મિત્ર ગુણા પ્રગટાવતાં, મળતા મિત્ર હજાર; જેના મન નહિ મિત્રતા, મિત્ર ન ફેાના ધાર,
પ
For Private And Personal Use Only