________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
રહે છે. આવા મિત્રે એક બીજાના વિરહથી પ્રાણને પ્રીતિ હેમ અગ્નિમાં કરી દે છે. તેઓ એક બીજાને અવલંબીને જીવી શકે છે. કુદ્રત મિત્રીની તુલ્ય કેઈમૈત્રી આવી શકતી નથી. મર્યાદાનાં બંધનેને કુદ્રત મિત્રીમાં વિરહ છે. મિત્રનું નામ યાદી આવતાં અને મિત્રની આકૃતિ દેખતાં મિત્રની આંખમાં પ્રેમાશ્રુ, હર્ષાશ્રુ પ્રગટે છે. મિત્રના નામે હજારે કાર્યો કરવાને કુદ્રતી મિત્ર સદા તૈયાર રહે છે. કુદ્રતી મિત્રને પ્રેમ એજ તેનો વિવેક છે. કુદતી મિત્રની સર્વ પ્રવૃત્તિ, ખરેખર મિત્રના હિતાર્થે હોય છે. મિત્રને કુદ્રતી પ્રેમ, કેટિ ઉપાયે છુપા છુપાત નથી, કુદ્રતી મિત્રની શુભ લાગણીઓનું માન કાઢી શકાતું નથી. કુદ્રતી મિત્રના મેમમાં મિત્ર વ્યાપી રહ્યો હોય છે તેથી કુદતી મિત્રને કેઈની ઉપમા આપી શકાય તેમ નથી. કુદતી મિત્રે એક બીજાના ભલાના વિચારે મનમાં કર્યા કરે છે. કુદતી મિત્રોએ પોતાના મિત્રોના શ્રેય માટે સર્વ સ્વાર્પણ કર્યું છે એવાં હજારે દષ્ટાંત આ દુનિયાના ઈતિહાસના પાને મજુદ છે. બાહ્યાનાં શરીરે, સત્તા, ધન વગેરેને કુદ્રતી પ્રેમ મૈત્રીમાં નામના મેલસમાન ગણવામાં આવે છે. કુદ્રતી મિત્રોનાં લક્ષણે બાંધે પાર આવી શકે તેમ નથી. કુદતી મિત્રી ઉત્પન્ન થવાનાં કારણે ગણાવતાં પાર આવી શકે તેમ નથી. મનની પેલી પાર કુદ્રતી આ મમૈત્રીથી યેગીઓ આત્માનંદની ખુમારીમાં મસ્ત બને છે. મન ક્ષણેક્ષણે વિચારોથી ફર્યા કરે છે. તે એક સરખું સદાકાલ રહેતું નથી. મનથી મૈત્રી કરેલી સદાકાલ રહેતી નથી માટે તે કુદ્રતી મૈત્રી ગણાતી નથી. આત્માની વાભાવિક મૈત્રીને કુદ્રતી મૈત્રી કહેવામાં આવે છે. જ્યાં આત્મા બીજા આત્માથી ઐથ અનુભવે છે ત્યાં વચ્ચે મન, વાણું, કાયા, વિદ્યા, સત્તા, લક્ષ્મી, રૂપ, નામ વગેરેનો સિાબ ગણુતે નથી અર્થાત્ મન, વાણી, કાયા, વગેરે હોય તે તેમાં વિશેષ મહત્વ નથી. ન હોય તે તે માટે કંઈ આવશ્યકતા રહેતી નથી. બાહા કુદ્રતી પ્રેમી મૈત્રી કરતાં કુદ્રતી આત્મમિત્રતાની અનંત ગુણી મહત્તા છે એમ આત્મજ્ઞાનીઓ સમજે છે ત્યાં શાસ્ત્રો, દષ્ટિએ, અપેક્ષાઓ વગેરેની મર્યાદા–બંધનતા રહેતી નથી.
For Private And Personal Use Only