________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पीयदर्शनिककमिटिकेधर्मसे मिलता है। अमरिकामें इसाइयोका पकसंप्रदायभीइसीसिद्धांतकी शिक्षादेनेवालाहै.
જૈન-જૈન તીર્થકરને સાકારરૂપી પ્રભુ માને છે અને સિદ્ધ પરમાત્માને અરૂપી નિરાકાર સિદ્ધ–ઈશ્વર તરીકે માને છે, અરિહંત અહંનતીર્થકર જિનેશ્વર આદિ નામે છે તે શરીરધારી સર્વજ્ઞ સર્વષ રહિત પરમાત્માનાં નામ છે. જે તીર્થકર નામ કર્મને ત૫ સેવાભકિત વગેરેથી બાંધે છે તે તીર્થ કરતરીકે જન્મ છે. સર્વ તીર્થકર ક્ષત્રિયના ઉત્તમ કુલમાં જન્મ લે છે. જન્મતી વખતે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનના ધારક હોય છે. પાંચ ઇન્દ્રિો અને છઠ્ઠા મનથી ઉત્પન્ન થએલ મતિજ્ઞાન તેઓને હોય છે. સર્વ પ્રકારનાં શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન તે શ્રુતજ્ઞાન, તેઓને હોય છે. તીર્થક સર્વ વિશ્વમાં રહેલા રૂપી પદાર્થોને અંતરની ચક્ષુથી દેખી શકે છે એવું તેઓને અવધિજ્ઞાન હોય છે. મનવાળા સર્વ પંચેન્દ્રિય જેના મનમાં ઉત્પન્ન થતા વિચારોને જાણનાર મન પર્યવજ્ઞાન હોય છે તેઓ ચારિત્ર દીક્ષા લીધા બાદ મન:પર્યવજ્ઞાનને પામે છે, અને શુકલ ધ્યાન ધરીને કેવલજ્ઞાનને પામે છે, તે કેવલજ્ઞાનથી સર્વવિશ્વમાં રહેલા રૂપી-અરૂપી સર્વ પદાર્થોને જાણ શકે છે. સૂમમાં સૂક્ષ્મ સર્વ વસ્તુને પણ જાણે છે. અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણ કાલના સર્વભાવને સાક્ષાત્ દેખે છે જાણે છે, તેઓ સર્વથા રાગદ્વેષ રહિત થાય છે. ચેસઠ ઇન્દ્રો તેમની સેવા કરે છે, તેઓ અનંત શક્તિના સ્વામી પ્રભુ થાય છે. પશ્ચાત્ આયુષ્ય પૂર્ણ થયા પછી શરીર છેડને સિદ્ધશિલાપર સર્વ કર્મ રહિત થઈ વિરાજે છે ત્યારે તેઓ સિદ્ધ-પરમાત્મા અરૂપી પરબ્રહ્મ કહેવાય છે, તેથી લાલાજી–તમેએ જૈનેના અરિહંત-તીર્થંકર દેહધારી પરમાત્માને સારામાં સારા મનુષ્ય જેવા જણાવ્યા તેમાં તમારી ભૂલ થઈ છે, સંપૂર્ણ દુનિયામાં રહેલ સર્વરૂપી અરૂપી પદાર્થોને સાક્ષાત્ દેખે અને જે વીતરાગ હોય તથા જેએને ઈન્ડે પૂજે તથા દેવે જેએનું સમવસરણ રચે અને જે સત્ય ઘર્મને પ્રકાશ કરે છે તેઓને જૈનો, તીર્થકરે,
For Private And Personal Use Only