________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગીતામાં એ પ્રમાણે દેહમાં રહેલ-આત્માને પર-પુરૂષ, મહેશ્વર પરમાત્મા કહે છે, તેથી લાલાજીએ તેને ખ્યાલ રાખવું જોઈએ, અને જૈનો ઇશ્વરને માનતા નથી એવા પિતાના દુરાગ્રહને દૂર કરવું જોઈએ. આખી દુનિયાના મનુષ્ય જગકર્તા ઈશ્વર અને જગતુ અકર્તા ઈશ્વર એવા બે પક્ષમાં વહેંચાઈ ગયા છે, વૈદિક હિંદુઓને સાંખ્યમત, તથા પારમાર્થિકદરિયે વૈદિકપૌરાણિક શાંકરમત સંપ્રદાય, પૂર્વ મિમાંસાવાદીએ, જેનો અને બૌદ્ધ એ સર્વે ઈશ્વરને જગત્ અકર્તા તરીકે માને છે અને વૈષ્ણ, ખ્રીસ્તિયે, મુસલમાને અને પારસીઓ, ઈશ્વરને જગકર્તા તરીકે માને છે. લાલાજીએ આ પ્રમાણે લખ્યું હોત કે જેને જગતઅકર્તા તરીકે ઈશ્વરને માને છે તે તે ગ્ય ગણાત, પણ જૈને ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા નથી એવું જૂઠું લખી દીધું તે તેમની કેવલ ધાર્મિકતત્વજ્ઞાનની ખામી છે, વેદમાં, ઉપનિષદમાં અને પુરાણમાં સાંખ્યદર્શનનું તત્ત્વજ્ઞાન ભરેલું છે. સાંખ્યવાદીઓની અને જૈનોની જગત્ અકર્તા ઇશ્વરની માન્યતા અકર્તાવાદમાં જ માત્ર સરખી છે, તેથી વેદ અને ઉપનિષદ વગેરે પણ જૈનોના જગતુ અકર્તા ઈશ્વરવાદમાં સાક્ષીરૂપ કરે છે, તેથી તમે જેનો ઈશ્વર માનતા નથી એવું કથી જૈનોને નાસ્તિક ઠરાવવા માગે છે પણ હવે તેવું ચલાવી શકે એવું જગત્ આંધળું નથી. લાલાજી!!! વેદના કાલમાં પણ આસ્તિક આમાં કપિલ, ભારત દ્વાજ વગેરે ઈશ્વરને જગત અકર્તા તરીકે માનતા હતા, તેથીસાંખ્યમત વૈદિક તરીકે આસ્તિક ગણાતું હતું, જેના પણ જગત્ અકર્તા તરીકે ઈશ્વર પરમાત્માને માનતા હેવાથી તે સાંખ્યવત્ આસ્તિક ઈવરવાદી છે. ઈશ્વર છે એમ જે માને છે તે ઈશ્વરવાદી છે, અને જે ઈશ્વર નથી એમ માને છે તે નાસ્તિક છે. જગના કર્તા તરીકે ઈવરને માને તે ઇવરવાદી આસ્તિક છે એવી તે જગકર્તાવાદીઓની સ્વમતદુરાગ્રહની ટુંકી વ્યાખ્યા છે અને એવી વ્યાખ્યાથી તે સાંખ્યદર્શન નાસ્તિક ગણાય પણ વેદમાં અને ઉપનિષદોમાં તથા બ્રહ્મસૂત્રમાં તથા ભગવદ્ગીતામાં
For Private And Personal Use Only