________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્ય સમાજમાં ઈશ્વરના સ્વરૂપ સંબંધી મતભેદ છે તેથી કંઈ ઈશ્વર નથી એમ તે જૈનો કહેતા નથી. ઈશ્વરને જગકર્તા માનનારાજ ઇશ્વરના અસ્તિત્વને માને છે અને ઈશ્વરને વિશ્વના સાક્ષીરૂપ માનનારાઓ જેને, ઈશ્વરને માનતા નથી એમ જે કહેવું છે તે તે તમારી દષ્ટિએ મનાય, પણ તે સર્વ દર્શનીઓને માન્ય ગણાય નહીં. જે ઈશ્વરનું સ્વરૂપ સ્વીકારે છે તે ઈશ્વરને માનનાર ગણાય છે અને બીજી દષ્ટિએ ઈશ્વરનું સ્વરૂપ માને તે ઈશ્વર માનનાર નહીં એવું કર્યું અને તેથી તે તમારા આર્યસમાજના મંતવ્ય વિના અન્ય સર્વે નાસ્તિક કરશે અને તે તે માની શકાય તેમ છે જ નહીં.
પ્રથમ તે તમારી દષ્ટિએ જગદ્ગુરૂ શંકરાચાર્યના અનુયાથીઓ પણ ઈશ્વરને નહીં માનનારા ઠરશે. કારણ કે તમારા મતની પેઠે તે ખાસ જગતને કર્તા ઇશ્વર છે એમ માનતા નથી, કારણ કે શંકરાચાર્ય રચિત પંચદશી વગેરે ગ્રન્થથી પારમાર્થિકદષ્ટિએ જગતને કર્તા ઈશ્વર છે એમ સિદ્ધ થતું નથી. વ્યાવહારિક દષ્ટિએ અર્થાત અપારમાર્થિક દૃષ્ટિએ તેઓ જગતને કર્તા ઈશ્વર માને છે એટલે એ તે વ્યાવહારિક અર્થાત્ ઔપચારિક અર્થાત્ વિવર્તવાદની દષ્ટિએ જગકર્તા ઈશ્વર છે પણ વસ્તુતઃ તે તેમના મતમાં એકબ્રહ્મ વિના અન્ય પદાર્થ જ નથી તે અન્ય જગત પદાર્થને કર્તા ઈશ્વર છે એમ કયાંથી સિદ્ધ થાય ? અર્થાત્ જગકર્તા ઈશ્વર છે એમ સિદ્ધ થતું નથી. એમ પંચદશી કે જે વેદાન્તને ખાસ ગ્રન્થ છે તેથી સિદ્ધ થાય છે. જન જાનિ નેક નાનારિત વિર u ઉપાદિતીજ , ઈત્યાદિ શ્રુતિવાકથી જગદગુરૂ શંકરાચાર્યજી એક બ્રહ્મ વિના બીજી જગત્ નામની વતુને સત્ય માનતા નથી. જ્યારે જગત્ સત્ય નથી અર્થાત અસત્ છે ત્યારે તે તેના કર્તા ઇશ્વરનથી એમ સહેજ ઠરે છે તેથી તેઓના વાદને વલાદ્વૈતવાદ કહેવામાં આવે છે. તેમના મતમાં બ્રહ્મ સત્ છે અને તેથી અસદુ જગત પ્રગટતું નથી એવો સિદ્ધાંત છે છતાં જગતને
For Private And Personal Use Only