________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સરખી માન્યતા હોવાથી તેમાં આગેવાની પણું ભેગવી શકે પણ ધર્મની બાબતમાં હાથ ઘાલીને જૈનોને અન્યાય આપવાથી તેમાં તમારી મહત્તાને ઘટાડી છે તે પ્રત્યક્ષ દીપક જેવું છે. તમારા આર્ય સમાજના સ્થાપક શ્રી દયાનંદસ્વામીએ જૈન ધર્મનું ખંડન કરવા સત્યાર્થ પ્રકાશ ગ્રન્થમાં ઘણું ફાંફાં માર્યા તેમને અનુસરી તમારે પણ કઈ લખવું પડયું તે અગ્ય છે, કારણ કે તમેએ સાર્વ જનિક ઐતિહાસિક બાબતમાં જેનોને ઘણે અન્યાય કર્યો છે, તમે સત્યજિજ્ઞાસુ હશે તે દ્વિતીયાવૃત્તિમાં તમારાથી થએલી ભૂલને સુધારે કરશો અને તમારી ટીકાઓને પાછી ખેંચી લેશે.
૫ પાંચમા આક્ષેપને પરિહાર,
जैन स्पष्ट रूपसे इश्वरके अस्तित्वसे इन्कार करते हे उनके मतमे अच्छे से अच्छा, श्रेष्ठसे श्रेष्ठ ओर त्यागीसे त्यागी मनुष्यही परमेश्वर है, इस अंगमें जैनीका धर्म, युरोपीय दार्शनिक कमिटिके धर्मसे मिलता है. अमेरिकामें ईसाइयोंका एक सम्प्रदायभी लगभग इसी सिद्धान्तकी शिक्षा देने लगा है।
ખંડન-લાલાજી મહાશય ! તમે જે લખો છે તે મિથ્યા છે, જેનો કેને ઈશ્વર કહે છે તે હજી તમે સમજી શક્યા નથીઈશ્વર છે એમ અમે જૈનો માનીએ છીએ અને તેમ તેમ તથા બૌદ્ધો પ્રીસ્તિયે, મુસલમાને, પારસી, યહુદીઓ વગેરે પણ ઈશ્વરને માને છે. અમે ઈશ્વર છે એમ માનીએ છીએ અને તમે પણ માને છો. સૂર્ય છે એમ તે આખી દુનિયાના લોકો માને છે, પણ સૂર્યનું રૂપ કેવા પ્રકારનું છે તેમાં વિદ્વાનેમાં અનેક મતભેદે પડે છે, તે સર્વે વિદ્વાન જાણે છે. હિંદુઓ જેમ હિંદુશાસ્ત્રોના આધારે ઈશ્વર, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ અને આત્મશુદ્ધિ માને છે, તેમ જૈનો પણ પરમાત્મા, મોક્ષ, બંધ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ, કર્મ, આત્માદિ તત્તવને માને છે, ઈશ્વરના સ્વરૂપ વિષયમાં તે હિંદુ, જૈન, ખ્રિસ્તી, બૌદ્ધ વગેરેમાં મતભેદ છે. તેમ જૈન અને
For Private And Personal Use Only