________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાનો માટે કહેતા હે તે તે સંબંધમાં કહેવાનું કે હવે યુરોપીય વિદ્વાનો જૈનધર્મની પ્રાચીનતા જણાવવા લાગ્યા છે અને જૈનધર્મ છે તે બૌદ્ધધર્મની પહેલાંને છે એમ પ્રોફેસર હર્મન જેકેબી વગેરે વિદ્વાનેએ પિતાના પુસ્તકમાં જાહેર કર્યું છે, જૈનધર્મ છે તે બૌદ્ધ ધર્મની શાખા છે એવી યુપીય વિદ્વાનોએ તથા અહીંના શ્રી દયાનંદાદિઓએ માન્યતા જણાવી હતી, તેવી ભ્રાંતિમૂલકમાન્યતાને હવે યુરોપીય વિદ્વાનેએ અંત આણ્ય છે. વચે તે સંબંધી તેમનાં કલ્પસૂત્ર વગેરે પર લખેલાં વિચારનાં પુસ્તકો”
સ્વામી દયાનંદ સરસ્વતીએ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એક છે એમ લખ્યું છે પણ હાલ જે તે જીવતા હતા તે પિતાની ભૂલ કબૂલ કરત. ડાકટર બુહર તથા હાલના જૈન ધર્મના અભ્યાસી યુરોપીયન વિદ્વાને મુકત કંઠે જાહેર કરે છે કે ગ્રેવીસમા તીર્થંકરની પૂર્વ ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ હતા ને તેમની પૂર્વે બાવીસ તીર્થંકર થઈ ગયા છે, જૈન ધર્મ પ્રાચીન અને સ્વતંત્ર ધર્મ છે એમ હવે આ દેશ તથા યુરેપમાં સર્વવિદ્વાને માનવા લાગ્યા છે. માટે લાલાજીએ પોતાની ભૂલને દ્વિતીયાવૃત્તિમાં સુધારવી જોઈએ. લાલાજી લખે છે કે જૈન ધર્મ કે મૂલ પ્રવર્તક પાર્વ નાથ હતા આ તેમની બીજી ભૂલ છે, લાલાજીએ એકવાર જૈન શાસ્ત્રોનું વાંચન કર્યું હેત તે તેમની આવી ભૂલ થાત નહીં, દરેક તીર્થકર જૈન ધર્મસંઘને નાશ થવાને વખત આવે છે ત્યારે કેવલજ્ઞાનથી જૈન ધર્મને પ્રકાશ કરે છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પૂર્વના બાવીસ તીર્થકરોએ જૈનધર્મને પ્રકાશ કરી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. આ અવસર્પિણ કાલમાં પ્રથમ નાભિરાજાના અને મરૂદેવી માતાના પુત્ર શ્રી ઋષભદેવ થયા અને તે કશ્યપ આષીશ્વર તરીકે પ્રસિદ્ધ થયા તેમણે ધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને પ્રથમ જૈન ધર્મની સ્થાપના કરી. શ્રી ઇષભદેવ ભગવાને જૈનધર્મની સ્થાપના કરી. એમ ભાગવતપુરાણના અષભદેવના આખ્યાનથી પણ પુષ્ટિ મળે છે માટે લાલાજીએ પિતાની એ
For Private And Personal Use Only