________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આ પુત્રનાં પગલાં વખણાયાં હતાં. તેમના પિતાનું નામ રાયચંદભાઈ હતું. તેઓ (રાયચંદભાઈ) પ્રથમ ઉંઝા પાસેના “ભાંખર” ગામમાં રહેતા હતા અને આથી તેમની અટક ભાંખરીઆ રાખવામાં આવી છે. ભાંખરથી મહેસાણા આવી રહ્યા અને તત્પશ્ચાત્ વ્યાપારાર્થે ચાર્યાશી બંદરને વાવટે ગણાતા મુંબાઈ શહેરમાં આવ્યા અને જથાબંધ ચહાને વહેપાર મેટા પાયા પર શરૂ કર્યો અને પુણ્ય પ્રતાપે તેમજ પિતાની કાર્ય કુશળતાથી તે ધંધામાં સારૂ ફાવી શક્યા, તેમજ કીતિ આબરૂ તથા સારી લક્ષમી ઉપાર્જન કરી શકયા. જે દુકાન અદ્યાપિ તેમના સુપત્ર ચલાવે છે. તેમને જૈનધર્મ અને સુગુરૂ પર ઘણે પ્રેમ અને શ્રદ્ધા હતી અને પોતે ધાર્મિક જ્ઞાન પણ સારૂં મેળવ્યું હતું.
મોટી ઉમર થતાં સુધી તેમને સંતાન ન હોવાથી કાંઈક ચિંતા થવા સરખુ છતાં સમતાથી ધર્મધ્યાનમાં દત્તચિત રહેતાં પુખ્તવયે તેમને ત્યાં આપણું ચારિત્ર નાયક શેઠ નગીનદાસને જન્મ થયે હતું અને કુટુંબમાં આનંદ પ્રસરી રહ્યો હતે.
આવા પ્રસંગે પુત્પતિના અભાવે ઘણાક ધર્મશાન રહિત છે, મેલી, ભુઆ દેવી આદિ મિથ્યાત્વી દેવ દેવલાની માનતા આખરી રાખે છે, પણ મને તેમના કરતાં માત્ર જૈન ધર્મ સુગુરૂ અને સુદેવનાંજ આરાધન ચાલુ રાખ્યાં હતાં ને ધર્મના પસાયે તેમને ત્યાં પુત્ર થયું હતું. આ પરથી ખાસ શીખવા જેવું એ છે કે પ્રારબ્ધમાં હોય છે તે અવશ્ય ફળ મળે છે જ, પણ નકામી ધમાલ કે બાધા આખડીઓ રાખવી તે નકામું છે, તેમજ ધર્મને પસાય પણ આશ્ચર્યકારક છેજ.
પુત્ર પ્રાપ્તિ થવાથી તેમજ ધર્મને પ્રતાપ નજરે જેવાથી શેઠે કેશરીમાજીને સંઘ કાઢવા નિશ્ચય કરી સંવત ૧૯૦ માં છરેરી પાળતે સંઘ કાઢી સંઘ અને તીર્થ સેવાનું મહાન પુણ્ય ઉપાર્જન કર્યું તત્પશ્ચાત્ આ ધર્મજીજ્ઞાસુ ભવ્યાત્માએ સંવત ૧૨૩ વૈશાખ સુ. ૭ ના રોજ મહેસાણામાં (મહેસાણાનું આખુ
For Private And Personal Use Only