________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્માએ અહિંસાત્મક અસહકાર ચલાવે છે અને લાલાજી. તમાએ પણ તે અહિંસાત્મક અસહકારને કબૂલ કર્યો છે, તે જેમ અમુક દેશકાલ રંગની અપેક્ષાએ હિંદીઓના રક્ષાએજ છે તે પ્રમાણે તેને જૈનો પણ અ૫હિંસા અને મહાલાભની દેશકાળાદિકની દષ્ટિને અનુસરી યુદ્ધ અને અહિંસા વગેરેને રાજકીય દષ્ટિએ તથા ધાર્મિકદષ્ટિએ સ્વીકારતા હોવાથી જેન શાને માનનાર અને જૈનધર્મ પાળનાર એવા જૈનો કઈ રીતે દુનિયામાં મડદાલ રહી શકે તેમ નથી. અને તેઓને જે કુદરત બળ આપે તે જૈનધર્મને રાજ્યધર્મ તરીકે બનાવીને દુનિયાને સ્વર્ગ રાજ્ય જેવી કરી શકે.
મન કે એક વખત વિશ્વમાં બળવાન હતા, ગ્રીક લેકે બળવાન હતા, મશરવાસીઓ બળવાન હતા, તેઓ મુખ્યતાએ દ્ધાઓ હતા. તે પણ તેઓ દુરાચાર, દુર્વ્યસન, જુલમ, અન્યાય, દેથી નામ શેષ થઈ ગયા તે પ્રમાણે હિંદુ, ખ્રિસ્તી, મુસલમાન, બૌદ્ધમાં પણ પા૫, અન્યાય, જુલ્મ, દુર્વ્યસન દુર્ગણ દેશનું અત્યંત પાપ કર્મ વધવાથી તેઓની પડતી થશે એમ ઈતિહાસથી જાણશે.
વણિક જૈનોમાંથી થએલ સાધુઓએ કંઈ જૈનધર્મના સાંકહા વિચારચાર કર્યા નથી અને હાલ સાંકડા વિચારાચાર છે પણ નહીં. હાલના વણિક જેનોને જે અનુકુલ સંગે મળે તે તેઓ હાલ પણ ચારવર્ણના લોકોને ચાર વર્ણ જેનો બનાવી શકે એમ જૈનશાએ તેઓને જાહેર કરે છે, જેનો સૂતેલા સિંહ સમાન છે. ફક્ત સમકિતને ધારણ કરનારા અને દેશવિરતિને અભિલાષા કરનારા શ્રેણિકરાજાના જેવા ચેથા ગુણસ્થાનકવર્તી જેનોને ત્રત પ્રત્યાખ્યાન હતાં નથી અને તેઓ રાત્રીજન, કંદમૂલ વગેરેના ત્યાગી હોતા નથી. શ્રાવકનાં બારવ્રત તેઓને હેતાં નથી. ચેથા ગુણસ્થાનકવાળા સમકિતી જેને, ખેતી, યંત્રકર્મ, યુદ્ધ વગેરે કરે છે. તેથી જેનધર્મની શ્રદ્ધાથી સમકિત અંગીકાર કરીને સમકિત જૈન તરીકે બનનાર તથા દેશવિરતિ તરીકે બનનાર એવા બે પ્રકારના
For Private And Personal Use Only