________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
પ્ર. શ્રી લાભશ્રીજી મહાપુણ્યવંતા મહાત્યાગી સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ વગેરે વરસેડે પધાયા. ત્યાં વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ ભદ્રિક પરિણમી, તૃણાત્યાગી મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજના વરદ હસ્તે ભાગ્યશાળી વૈરાગણ બેન શ્રી રૂખી બાઈને ભાગવતી દીક્ષા અપાઈ.ને તેમનું નામ સાત્રિીશ્રી રંજનશ્રીજી રાખ્યું અને તેમને સારીજી શ્રી વિવેકશ્રીજી મહારાજની શિષ્યા તરીકે જાહેર કર્યા. વિજાપુરમાં તપધર્મના રૂડા આરાધન સાથે ચોમાસું પૂરું કરીને સંવત ૧૯૪ના કાર્તિક વદમાં વિહાર કર્યો. એ જ સાલમાં માગશર સુદિ બીજનાં રોજ ગવાડામાં પંન્યાસજી શ્રી ચંદ્રવિજયજી મહારાજના શુભ હસ્તે ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી ડાહી બાઈને ભાગવતી દીક્ષા આપીને તેમનું નામ સાધ્વી શ્રી હીરાશ્રીજી રાખ્યું અને તેમને સાવજી શ્રી વિવેકશ્રીજી મહારાજનાં શિખ્યા તરીકે જાહેર કર્યા.
આ રીતે વીતરાગ પદનું અને તપધર્મનું આરાધન કરવામાં જેમનાં હાડ અને મજજા સવાંગ સંપૂર્ણ રંગાઈ ગયાં છે એવા મહાપુણ્યવંતા સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ આદિ ગવાડાથી વિહાર કરીને અનુકમે વિજાપુર પધાર્યા, ત્યાં વૃદ્ધાવસ્થાને કારણે એમનાં ગુરુ બહેન મહાધર્મવંતાં અને સગુણસંપન્ન સાધ્વીજી શ્રી પ્રજ્ઞાશ્રીજી મહારાજ ચાર દિવસના તાવમાં જ સંવત ૧૯૯૪ના ચૈત્ર વદિ ચૌદશની રાત્રે પૂર્ણ સમાધિપૂર્વક શ્રી નવકાર મહામંત્રનો જાપ કરતાં કરતાં, સાધવીજી શ્રી લાભશ્રીજી મહારાજની હાજરીમાં કાલધર્મ પામ્યાં.
www.kobatirth.org
For Private And Personal Use Only