________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહ શ્રી લાભશ્રીજી
9.
તથા સાધ્વી થી ચંદનશ્રીજીને ત્યાં જ પંન્યાસજી મહારાજ શ્રી કીર્તિ સાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા અપાઈ. ત્યાંથી સાધ્વીજી શ્રી લાભશ્રીજી આદિ સાણંદ પધાર્યા અને સંવત્ ૧૯૯૦ ની સાલનું ચાતુર્માસ ત્યાં કર્યું. ત્યાંથી વિહાર કરીને સંવત્ ૧૯૯૧ ની સાલનું ચાતુર્માસ તપધર્મના આરાધન સાથે લેદરામાં કર્યું.
ચેમાસું પૂરું થતાં સાધુ સાધ્વીજીના નિયમ પ્રમાણે કાર્તિકવદિ એકમને જ લદ્રાથી વિહાર કરીને સાધ્વીજી શ્રી લાભશ્રીજી આદિ તારંગાજીની યાત્રાર્થે પધાયાં. ત્યાં ગેરીતા ગામના નિવાસી ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી ચંચળને પંન્યાસજી શ્રી દાનવિજયજી મહારાજના શુભ હસ્તે સંવત ૧૨ના વૈશાખ વદ સાતમના રોજ ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાધવી શ્રી ચંદ્રકાંતાશ્રીજી રાખ્યું અને તેમને ક્રિયાવંતા સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજની શિષ્યા શ્રી ચારિત્રશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યો. સંવત ૧૯૯૨ની સાલનું ચોમાસું વિજાપુરમાં કર્યું. સંવત ૧૯૯ની સાલનું ચોમાસું ત્યાં જ થયું. સંવત ૧૯૯૩ ના ફાગણ સુદિ છડ્રનાં રોજ માણસાવાળા ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી રતનબાઈને આચાર્ય મહારાજશ્રી ઋદ્ધિસાગરજી મહારાજશ્રીના વરદ હસ્તે ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાથ્વી શ્રી લાવણ્યશ્રીજી રાખ્યું અને તેને તપસ્વીની ક્રિયાપાત્ર સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજની શિષ્યા સાગ્રીશ્રી વિવેકશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કરી. એ જ સાલમાં
www.kobatirth.org
For Private And Personal Use Only