________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર. શ્રી લાભશ્રીજી સુધીના પાંચ ચાતુર્માસ કારણ વિશેષે કરીને સાણંદમાં જ કર્યા. - મહાતપસ્વિની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજના લઘુ બહેન વાવૃધ્ધ સાધ્વી શ્રી પ્રજ્ઞાશ્રીજીની વિહાર કરવાની અશક્તિને કારણે વૈયાવચાદિ સેવાનો લાભ લઈને કર્મની નિર્જરા કરવા માટે સળંગ પાંચ માસાં સાણુંદમાં જ સંઘની વિનતિ અને ગુરુની આજ્ઞાથી કયો.
ત્યાંથી સાધ્વીજી શ્રી લાભશ્રીજી આદિ મહેસાણા પધાર્યા. ત્યાં પંન્યાસજી મહારાજશ્રી કીર્તિ સાગરજી મહારાજના વરદ હરતે સંવત ૧૯૯૦ના વૈશાખ સુદ છઠ્ઠના રોજ કુમારિકા ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી કમલાબાઈને ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાધી શ્રી પ્રવીણશ્રીજી રાખ્યું અને તેને સાધ્વીજી શ્રી મનોહરશ્રીજીની પ્રશિષ્યા સાધવી શ્રી પ્રદશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કયો. એ જ ગામમાં એ જ સાલમાં એ જ પંન્યાસજી મહારાજના વરદ હસ્તે વૈશાખ સુદિ દશમીનાં રોજ ભાગ્યશાળી વૈરાગણ બહેન ચંચળ તથા બહેન મેનાને ભાગવતી દીક્ષા આપીને બંનેનાં નામે અનુક્રમે સાધ્વીજી ચંદન શ્રીજી તથા માનવજી રાખ્યાં અને તેમને અનુક્રમે ક્રિયાપાત્ર સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજની શિષ્યા શ્રી વિમલશ્રીજીની શિષ્યા અને વિદુષી સાધ્વીજી શ્રી દોલતશ્રીજી મહારાજની પ્રશિષ્યા શ્રી નીતિશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કરી. ત્યાં જ વેગ વહન કરાવ્યા અને એ જ સાલમાં જેઠ સુદ છઠ્ઠના રેજ સાધ્વી શ્રી પ્રવીણશ્રીજી
www.kobatirth.org
For Private And Personal Use Only